તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા: સવારે પિતાના અંતિમ સંસ્કાર કરી પુત્રે બપોરે પરીક્ષા આપી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા: મકરપુરાની સાંઇધામ સોસાયટીમાં રહેતા પુત્રે કુદરતની કસોટી વચ્ચે બેવડી જવાબદારી પૂરી કરી હતી. પિતાએ રાત્રે અંતિમ શ્વાસ લીધા બાદ તેના પુત્રે  સવારે પિતાના અંતિમ સંસ્કાર સંપન્ન કર્યા બાદ ધો.12 સાયન્સમાં ગણિત વિષયની પરીક્ષા આપી હતી. આ કિસ્સો પરીક્ષામાંથી છટકબારી શોધતાં અનેક વિદ્યાર્થીઓને પ્રેરણા આપે તેવો છે.
 
પરીક્ષામાં છટકબારી શોધતા વિદ્યાર્થીઓ માટે દાખલારૂપ કિસ્સો
 
ધો.12 સાયન્સના વિદ્યાર્થી અભિષેક ભટ્ટના પિતા પ્રવીણભાઇ ભટ્ટ રવિવારે સાંજે છ વાગ્યાના અરસામાં આરએસએસની મીટિંગ પતાવીને પરત આવતા હતા ત્યારે સોસાયટીના નાકે જ હૃદયમાં પીડા ઉપડતાં સમતુલન ગુમાવતાં જમીન પર પટકાતાં ગંભીર રીતે ઘવાયા હતા. આ ઘટનાની સોસાયટીના રહીશોએ તરત જ ઘરમાં બેસીને અભ્યાસ કરતાં પુત્ર અભિષેકને જાણ કરતાં જ તે તરત જ ઇજાગ્રસ્ત બનેલા પિતાને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો. આ ઘટના વખતે ઘરમાં અભિષેક સિવાય કોઇ જ નહોતું. રહીશોએે અભિષેકની માતા તથા મોટી બહેન શ્રદ્વાને ફોન કરીને જાણ કરતાં જ તેઓ દોડી આવ્યાં હતાં.
 
આગળ વાંચો...શું કહે છે અભિષેક....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો