તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા: ડ્રાઇવર આન્ટીની વાનમાં શાળાએ જતાં બાળકો, વાલીઓમાં હાશકારો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા: શાળાએ જતા બાળકો સાથે કોઇ અણબનાવ ન બને તે અંગે વાલીઓમાં સતત ચિંતા પ્રવર્તતી હોય છે. હાલના કપરા કાળમાં કિશોરા અવસ્થામાં પહોંચતી દીકરીનાં માતાપિતા તેની સુરક્ષા અંગે ખાસ કાળજી લેતાં થયાં છે. ત્યારે શહેરમાં મહિલાઓ દ્વારા સ્કૂલવર્દી વાન ચલાવવાનો નવતર અભિગમ અમલમાં આવતાં વાલીઓમાં હાશકારો અનુભવાય છે.
પતિનો ગાર્મેન્ટનો વ્યવસાય હોવા છતાં પોતે પોતાના પગભર હોવાનું ગૌરવ અનુભવે છે
મહિલા દ્વારા પોતાના બાળકને શાળાએ લેવા મૂકવાની જવાબદારી અદા કરવાથી કોઇપણ પ્રકારનો ખતરો ન હોવાનું વાલીઓએ એક સૂરે જણાવ્યું હતું.શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર શિવવાટિકા પાસે રહેતાં 40 વર્ષીય સવિતાબેન કટારિયા ત્રણ વર્ષથી સ્કૂલવાન ચલાવે છે. પતિનો ગાર્મેન્ટનો વ્યવસાય હોવા છતાં પોતે પોતાના પગભર હોવાનું ગૌરવ અનુભવે છે. તેઓ રોઝરી, બ્રાઇટ, અંબે જેવી સ્કૂલના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને લેવા-મૂકવા જાય છે. જ્યારે વારસિયા જૂના આરટીઓ પાસે રહેતાં 18 વર્ષીય હિનાબેન કટારિયાએ આ વર્ષથી પોતાના પિતાના વ્યવસાયમાં મદદ કરવા વર્દીવાન ચલાવવાનું શરૂ કર્યું છે.
વ્યવસાયને ચેલેન્જ ગણી સ્વીકાર્યો
વાનચાલક સવિતાબેન કટારીયાએ જણાવ્યુ હતુ કે, હું મહિલાઓને ટુ વ્હીલર ચલાવતાં શિખવાડું છું. હું મહિલા હોવાથી સવારે પાંચ વાગે ઊઠીને ગાડી વર્દી મારવા ન જઇ શકું, એવી કોમેન્ટ મારા પર થતાં હું આ વ્યવસાયને ચેલેન્જ ગણીને આવી હતી. આવતા વર્ષે હું વધુ એક ગાડી લેવાની છું.
હીના પિતાને મદદ કરવા ડ્રાઇવિંગ શીખી, વાંચવા માટે ફોટો બદલો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો