તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા: સાયબર ક્રાઇમની ફરિયાદ હવે ઓડિયો મેેસેજથી લેવાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
 
વડોદરા: બેંક અધિકારીના નામે તમારા પિન નંબર સહિતની માહિતી મેળવી ભેજાબાજે ઠગાઇ કરી છે, તમારી સાથે ઓનલાઇન છેતરપિંડી કરવામાં આવી છે કે તમારા ડેબિટ કે ક્રેડિટ કાર્ડમાંથી કોઇ ગઠિયો રૂપિયા ટ્રાન્સફર કરી રહ્યો છે? તો પોલીસના 100 નંબરથી પણ ઝડપી કાર્યવાહી હવે સાયબર ક્રાઇમ વિભાગના ટોલ ફ્રી નંબર 1800 5999001 પર પણ સંપર્ક કરી શકો છો. ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ (આઇવીઆર)ની મદદથી તમારા ઓડિયો મેસેજની વેવ ફાઇલ સાયબર ક્રાઇમના સંલગ્ન અધિકારીઓ સહિત પોલીસ કમિશનરને પહોંચશે. પોલીસ વેવ ફાઇલના આધારે કાર્યવાહી કરી ફરિયાદ નોંધશે.
 
ઠગાઇ થઇ હશે તો કાર્ડ બ્લોક કરવા સહિતનાં પગલાં ભરશે
 
અત્યાર સુધી સાયબર ક્રાઇમની ફરિયાદ સંદર્ભે  પોલીસ અરજી લઇ તપાસ કર્યા બાદ ગુનો નોંધતી હતી. આ પ્રક્રિયામાં વિલંબ થતો હતો. જોકે, તેને ઝડપી બનાવવા સાયબર હેલ્પલાઇન શરૂ કરાઇ  હતી. હવે તેનાથી પણ આગળ વધી પોલીસે ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ (આઇવીઆર) નામની સિસ્ટમ શરૂ કરી છે.  પોલીસ કમિશનર મનોજ શશીધરે જણાવ્યું હતું કે , સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકો હવે મોબાઇલથી ટોલ ફ્રી નંબર 1800 5999001 પર કોલ કરી તેમનો ઓડિયો મેેસેજ મોકલી શકશે. આ ઓડિયો મેસેજની વેવ ફાઇલ તેમને તેમજ સાયબર ક્રાઇમ સંલગ્ન અધિકારીઓને મળી જશે. અધિકારીઓ આ વેવ ફાઇલના રેકોર્ડિંગને સાંભળી બેંક કે ઓન લાઇન ઠગાઇ થઇ હશે તો કાર્ડ બ્લોક કરવા સહિતનાં પગલાં ભરશે.
 
ટોલ ફ્રી નંબર પર રોજના સરેરાશ 20 કોલ
શહેરમાં બેંકિંગ, સોશિયલ નેટવર્કિંગ તેમજ ઓન લાઇન જોબ ચીટિંગ સહિતના ઇ કોમર્સ ફ્રોડના ગુનાઓનો આંક વધતો જાય છે. એક સપ્તાહથી શરૂ થયેલા ટોલ ફ્રી નંબર પર રોજના સરેરાશ 20 જેટલા કોલ આવી રહ્યા છે. કેટલાક કોલ સાયબર  ક્રાઇમના ગુનાના નહિ પરંતુ  માર્ગદર્શન માગતા હોવાના પણ હોય છે. 
 
શું ફાયદો થશે, સાયબર સેલ 6 થી 12 કલાકમાં જ સામેથી કોલ કરી માહિતી મેળવશે
 
ટોલ ફ્રી નંબર પર કોલ કરવાથી સાયબર ક્રાઇમ વિભાગમાંથી 6 થી 12 કલાકમાં સામેથી કોલ કરી માહિતી મેળવાશે. માત્ર સૂચનથી જ નિરાકરણ આવતું હશે તો તેવી રીતે, નહિ તો તેમને પોલીસ સ્ટેશને બોલાવી તેમની અરજી લઇ ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવામાં આવશે.આ પ્રક્રિયાથી લોકોને ધક્કા નહિ ખાવા પડે.
 
કયા પ્રકારની ફરિયાદ કરી શકાય

-બેંકિંગ ફ્રોડ જેમ કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેંકિંગ
-સો.નેટવર્કિંગને લગતા ક્રાઇમ
-ફેક આઇડી
-હેક આઇડી
-બીભત્સ તેમજ ઉશ્કેરણીજનક ફોટા કે લખાણ પોસ્ટ કરવું
-ઇ કોમર્સ ફ્રોડ 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો