તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા: કુવૈતમાં નોકરી માટે ગયેલા 10 યુવકોના શોષણ મામલે આત્મવિલોપનનો પ્રયાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: ફતેગંજની ઇન્ટરનેશનલ ઓવરસીઝ સર્વિસ નામની કંપની દ્વારા કુવૈતમાં લેબર ટેકનિશ્યનના કોન્ટ્રાકટ હેઠળ 10 યુવાનોને કુવૈત મોકલાયા બાદ એક જ માસમાં યુવાનોનું શોષણ થતાં કુવૈતથી પરત આવેલા યુવકોએ ન્યાય માટે કંપનીની ઓફિસમાં ધસી જઇ આક્રોશ સાથે ધરણાં કર્યાં હતાં. શહેરની યુવા સેનાના કાર્યકરોએ આ મામલે ઝુકાવી કંપનીની ઓફિસ પાસે જ આત્મવિલોપનનો પ્રયાસ કરતાં પોલીસે પાંચ યુવકોની અટકાયત કરી હતી.
 
ચાર મહિનાના કોન્ટ્રાકટ હેઠળ કુવૈત મોકલવામાં આવ્યા હતા
 
શહેરની યુવા સેનાના લખન દરબારે જણાવ્યું હતું કે ગોરવા વિસ્તારમાં રહેતા મોહસિન રાણા સહિતના 10 યુવકોને ફતેગંજ સેફ્રોન ટાવરમાં આવેલી ઇન્ટરનેશનલ ઓવરસીઝ નામની કંપની દ્વારા છ માસ પહેલાં કુવૈતમાં લેબર ટેકનિશ્યનની નોકરી માટે ત્રણથી ચાર મહિનાના કોન્ટ્રાકટ હેઠળ કુવૈત મોકલવામાં આવ્યા હતા. યુવાનો પાસેથી 5000થી 10,000 રૂપિયા લેવામાં આવ્યા હતા. જો કે આ યુવાનોએ આરોપ લગાવ્યો હતો કે કુવૈતમાં 1 મહિનો કામ કર્યા પછી કંપનીએ શોષણ કરવાનું શરૂ કર્યું હતું. યુવાનો પાસે બીજા પ્રકારનાં કામો કરાવાતાં હતાં.યુવાનો પાસે પૈસા પણ ખૂટી ગયા હતા.શોષણથી કંટાળી ગયેલા કેટલાક યુવાનોએ ઘેરથી પૈસા મંગાવીને વડોદરા પરત ફર્યા હતા અને યુવા સેનાના લખન દરબાર સહિતના કાર્યકરોને વાત કરી હતી.
 
આગળની સ્લાઇડમાં વાંચો,જે કંપનીમાં કામ કરવા ગયા તે કંપની જ ન હતી...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો