વડોદરા:4 યુવા લીડર્સે પોતાની 'સક્સેસ સ્ટોરી' શેર કરી સિટીનાં યૂથને ઇન્સ્પાયર કર્યાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા:બરોડા મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા આયોજિત મેનેજમેન્ટ વીકના સેલિબ્રેશનમાં બુધવારે ‘ઇગ્નાઇટિંગ માઇન્ડ્સ યંગ ઇન્ડિયા’ની છઠ્ઠી એડિશન યોજાઇ હતી. ‘સક્સેસ સ્ટોરીસ’ થીમ પર યોજાયેલા પ્રોગ્રામમાં સ્પીકર તરીકે ગુજરાતી ફિલ્મોના યુવા દિગ્દર્શક અભિષેક જૈન, હોવર ઓટોમોટિવ ઇન્ડિયાના ડાયરેક્ટર (સેલ્સ એન્ડ માર્કેટિંગ) નીતિષ ટીપનીસ, એક્ટ્રેસ જયકા યાજનિક ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમના ચીફ ગેસ્ટ તરીકે પારુલ યુનિર્વસિટીના વાઇસ પ્રેસિડન્ટ ડૉ.દેવાંશુ પટેલે સંબોધ્યા હતા.
Paragraph Filter

-બરોડા મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા હાલ હોટલ ગેટવે ખાતે યોજાઈ રહેલાં મેનેજમેન્ટ વીક અંતર્ગત બુધવારથી ‘ઈગ્નાઈટિંગ માઈન્ડ્સ યંગ ઈન્ડિયા’ પ્રોગ્રામ શરૂ થયો હતો. જેમાં દિગ્દર્શક અભિષેક જૈન, ઓટોમોબાઈલ ક્ષેત્રનાં નીતિષ ટીપનિસ, ડૉ.દેવાંશુ પટેલ અને જયકા યાજનિકે સિટીનાં યૂથ સાથે પોતાની સક્સેસ સ્ટોરી શેર કરી હતી.
આ પ્રસંગે અભિષેક જૈને જણાવ્યું હતું કે, ‘મેં ફિલ્મ મેકિંગનો અભ્યાસ કરતા પહેલા મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો હતો. ફિલ્મ મેકિંગ પણ એક પ્રકારનું મેનેજમેન્ટ છે. આજે સ્ટુડન્ટ્સ અને યંગ મેનેજમેન્ટ પ્રોફેશનલ્સને પણ સફળ થવા માટે સફળ મેનેજમેન્ટની જરૂર છે. એક ફિલ્મ મેકર તરીકે હું જ્યારે વર્લ્ડ સિનેમાને નિહાળતો હતો ત્યારે યુરોપિયન, ચાઇનીસ, ઇરાની સિનેમાનો સફ‌ળ દાખલો જોવા મળતો હતો. પરંતુ ગુજરાતી સિનેમાનું વિશ્વમાં અસ્તિત્વ ન હતું.
2010-11માં મેં જ્યારે ગુજરાતી ફિલ્મ બનાવવાનુ આયોજન કર્યું, ત્યારે મેં લોકોની નસને પારખીને રિયલ વર્ગ સુધી પહોંચવાનું જરૂરી છે. મારી સફળતામાં કન્ટેન્ટ, માર્કેટિંગ, મિડિયમ્સનું એક્સપ્લોરેશન મહત્વનું છે. એક ગુજરાતી તરીકે અને મારવાડી વાણિયા પરિવારના સંતાન તરીકે મેં લોકોને મેન્ટાલિટીને નિહાળી હતી અને તેમાંથી પ્રેરણાં લઇને લોકોને શું જોઇએ છે અને તે નથી મળી રહ્યું તે આપ્યું અને આજે અમારો પ્રયાસ સફળ રહ્યો છે તેવું કહીશ.’
આગળની સ્લાઈડ્સમાં વાંચો,ફક્ત ડ્રીમ ન જોવાં, તેને સાકાર પણ કરવાં,જેમાં ઇન્ટરેસ્ટ હોય તે જ કામ કરો,ઇન્ડસ્ટ્રી અને એકેડમી વચ્ચેનો ગેપ પુરાવો જોઇએ .....
અન્ય સમાચારો પણ છે...