તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદાર શહેરની 37 પોસ્ટ ઓફિસમાં સર્વર ખોટકાતાં ગ્રાહકો મુશ્કેલીમાં મૂકાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: શહેરમાં આવેલી અંદાજે 37 જેટલી પોસ્ટ ઓફિસિસમાં શનિવારે ઓનલાઇન કામગીરી માટેનું સર્વર ખોટકાતાં કામગીરી ધીમી પડવા સાથે ખોરવાઇ ગઇ હતી. જેને લઇ મહિનાના પહેલા સપ્તાહમાં જ પોસ્ટમાં પેન્શન તેમજ માસિક આવક યોજનાનું વ્યાજ લેવા ગયેલા સિનિયર સિટિઝન્સ સહિત 1000 જેટલાં ગ્રાહકોને હાલાકી વેઠવી પડી હતી.
- છેલ્લાં પાંચ દિવસથી કામ અર્થે ખાવા પડતાં ધરમધક્કાઃ ગ્રાહકોને કલાકો સુધી લાંબી કતારમાં ઊભા રહેવું પડ્યું

પોસ્ટ વિભાગમાં તમામ પોસ્ટ ઓફિસિસને કૉર બેન્કિંગ સિસ્ટમ સાથે સાંકળી લેવાની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત ચાલુ સપ્તાહના પ્રારંભથી નવાં સોફ્ટવેર સાથે કામકાજ થઇ રહ્યું છે. જે માટે ચેન્નાઇ ખાતે સર્વરરૂમ બનાવાયો છે. પરંતુ છેલ્લા 5 દિવસથી સર્વર ખોટકાઇ જવાની શરૂ થયેલી સમસ્યા શનિવારે હાફ-ડે દરમિયાન પણ યથાવત્ રહી હતી. જેને લઇ શહેરમાં આવેલી 37 પૈકી મોટાભાગની પોસ્ટ ઓફિસિસમાં શનિવારે સર્વર ખોટકાતાં કામગીરી ક્યાંક ઠપ થઇ જવા પામી હતી તો ક્યાંક ધીમી થતાં ગ્રાહકોને કલાકો સુધી કતારમાં ઊભા રહેવું પડ્યું હતું.

સર્વર ખોટકાવાની સમસ્યા મંગળબજાર ખાતે આવેલી માંડવી પોસ્ટ ઓફિસમાં પણ સર્જાઇ હતી. પરિણામે કમ્પ્યૂટર દ્વારા થતી કામગીરીમાં વિલંબ થવાથી ગ્રાહકોનો ધસારો વધી જતાં પોસ્ટ ઓફિસ ગ્રાહકોથી હકડેઠઠ ભરાઇ ગઇ હતી. એક તબક્કે ગ્રાહકોએ સ્ટાફ પર રોષ વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોસ્ટ માસ્તરે સર્વરની તકલીફ 4 દિવસથી હોવાનું કારણ રજૂ કરતાં ગ્રાહકોનો રોષ ઠંડો પડ્યો હતો. જે પૈકી કેટલીક પોસ્ટ ઓફિસિસમાં તો કામકાજ થોડો સમય થયું હતું તો થોડા સમય માટે બંધ રહ્યું હતું. જ્યારે અન્ય પોસ્ટ ઓફિસિસમાં કામગીરી મંદ ગતિએ થતાં ગ્રાહકોને તેમની કામગીરી માટે પોસ્ટ ઓફિસમાં 2 થી 3 કલાક વિતાવવા પડ્યા હતા.
સમય પૂરો થઇ ગયા પછી પણ ગ્રાહકો કતારમાં ઊભાં હતા
સર્વર ખોટકાઇ જવાની સમસ્યા માંડવી પોસ્ટ ઓફિસમાં પણ સર્જાઇ હતી. જેથી કામગીરીમાં વિલંબ થતાં બપોરે 1 વાગે સમય પૂરો થયો ત્યારે પણ ગ્રાહકો કતારમાં ઊભાં હતા. જેથી ફરજ પરના સ્ટાફે ગ્રાહકો માટે મોડાં સુધી કામ કરી ફરજનિષ્ઠાનો દાખલો બેસાડ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...