તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા: બદામડી બાગમાં VC હોલ બનાવવાની કામગીરી ખોરંભે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: સેવાસદન દ્વારા બદામડી બાગ ખાતે આવેલા બગીચાને બે વર્ષ અગાઉ ડેવલપ કર્યા બાદ બે મહિના અગાઉ આ સ્થળે વીડિયો કોન્ફરન્સ હોલ બનાવવા કામગીરી શરૂ કરતા સ્થાનિકોના વિરોધને પગલે કામગીરી બંધ કરવામાં આવી હતી. સેવાસદનના આડેઘડ વહીવટને પગલે ડિજિટલ ઇન્ડિયાની મુહીમ વચ્ચે બરોડા આઇ, જીઆઇએસ અને સ્કાડાનું મોનિટરિંગ કરવાની કામગીરી ખોરંભે પડવાની ભીતિ સેવાઇ રહી છે.

બગીચાની જગ્યામાં બાંધકામ સ્થાનિક રહીશો મેદાને પડ્યા

સેવાસદન દ્વારા ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત ત્રણ મહત્ત્વની યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે પૈકી સમગ્ર શહેરમાં બરોડા આઇ પ્રેાજેક્ટ અંતર્ગત 260 સીસીટીવી કેમેરા લગાવવા , જીઆઇએસ સિસ્ટમથી નકશા અને અન્ય વસ્તુ કનેક્ટ કરવી તેમજ પાણી માટે સ્કાડાની સિસ્ટમ અમલી બનાવવી આ ત્રણ પ્રોજેક્ટનું મોનિટરિંગ કરવા બદામડી બાગ ખાતે નવું બિલ્ડિંગ બનાવવાનું હતું. જે અંગે રૂ.3.24 કરોડના ખર્ચે બે મહિના અગાઉ કામ કરવા વર્કઓર્ડર આપવામાં આવ્યો હતો. સેવાસદનના આડેઘડ વહીવટનો આ બોલતો નમૂનો પુરવાર થયો છે.આ જ જગ્યાને બે વર્ષ અગાઉ સેવાસદને રમત ગમતના નાવા સાઘનો મૂકી ગાર્ડનને રિનાવોટ કરવામાં આવ્યો હતો. આમ મહાનગર પાલિકા દ્વારા દાંડિયા બજારથી બદામડી બાગમાં બનાવવામાં આવનાર વીડિયો કોન્ફરન્સ હોલ સામે સ્થાનિક રહીશોના વિરોધથી કામ ખોરંભે પડ્યું છે.

ફેક્ટ ફાઇલ

પ્લોટ એરિયા -2000 ચો.મી.
બિલ્ડઅપ એરિયા -1460 ચોમી
પ્રોજેક્ટ કોસ્ટ-રૂ. 3,24,75,262

અમે નવી જગ્યા શોધવાનું શરૂ કર્યું છે

અમે નવી જગ્યા શોઘવાનું શરૂ કર્યું છે. સ્થાનિકોના વિરોધને પગલે કામ બંધ કરવું પડ્યું હતું. એ વિસ્તારમાં વાસ્તવમાં બીજો બગીચો નથી. નાગરિકોની વાત પણ યોગ્ય છે. - ડો.જિગીષાબેન શેઠ, અધ્યક્ષ સ્ટેન્ડિંગ સમિતિ, મહાનગરપાલિકા.

હોલમાં કઇ કઇ સુવિધાઓ ઊભી કરવાની હતી

1.વીડિયો સર્વેલન્સ હેતુસર 50 વ્યક્તિઓની બેઠક વ્યવસ્થા ધરાવતો કોન્ફરન્સ હોલ
2.મીટિંગ માટે 10 વ્યક્તિઓ માટેનો મિની કોન્ફરન્સ હોલ
3.પ્રોજેક્ટર, સ્ક્રીનિંગની વ્યવસ્થા.
4.વીઆઇપી લોન્જની સુવિધા.
5.બીજા માટે રેકોર્ડ રૂમ,સર્વરરૂમ, અને યુપીએસ રૂમ
6.સિવિક સેન્ટર પહેલા માળે વિવિધ સુવિધા સાથે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો