વડોદરા: અભિનેત્રીનો અશ્લીલ ફોટો BJP વોટસએપ ગ્રૂપમાં મૂકાતા હોબાળો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: સેવાસદનના ઇલેકશન વોર્ડનં 11ના ભાજપના વોટસએપ ગ્રૂપ પર વોર્ડના એક હોદ્દેદારે ફિલ્મ અભિનેત્રીનો અશ્લીલ ફોટો શેર કરતાં ભારે હોબાળો મચી ગયો હતો. જોકે, આ હોદે્દારને પોતાની ભૂલ સમજાતા તેમણે ફોટો ડીલીટ કરીને માફી માંગી લીધી હતી.

વોર્ડ નં.11ના આધેડ હોદેદારે ફોટો શેર કરતા અન્ય સભ્યો ભડકયા

શહેર ભાજપના જુદા જુદા ઇલેકશન વોર્ડના સંગઠનના હોદેદારો અને કાર્યકરોએ કાર્યક્રમોની માહિતીની આપલે કરી શકાય તે માટે વોટસ અપ ગ્રૂપ બનાવ્યું છે. આ વોટસએપ ગ્રૂપ પર ભાજપના હોદેદારો તેમના વોર્ડની માહિતી રજૂ કરે છે. આવા જ ઇલેકશન વોર્ડનં 11ના વોટસએપ ગ્રૂપ પર વોર્ડના એક હોદ્દેદારે ફિલ્મ અભિનેત્રીનો બિભત્સ ફોટો શેર કર્યો હતો. આ વોટસ એપ ગ્રૂપમાં વોર્ડનં 11ના કાઉન્સિલરો, મહિલા કાર્યકરો,પ્રદેશ ભાજપના એક હોદ્દેદારના પરિવારના સભ્ય પણ મેમ્બર્સ છે.
આગળની સ્લાઇડ્સમાં વાંચો ફોટો મૂકાવા બાબતે શું કહે છે વોર્ડ પ્રમુખ?
અન્ય સમાચારો પણ છે...