તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા સેન્ટ્રલ એક્સાઈઝના સુપ્રિટેન્ડેન્ટ 9 હજારની લાંચ લેતા ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાઃ બુધવારે વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાએ વડોદરા સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ કસ્ટમ વિભાગના સુપ્રિટેન્ડન્ટ (વર્ગ-2) રાકેશ ચૌહાણને સ્ક્રેપના વેપારી પાસેથી રૂા.9 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે. એ.સી.બી.એ તેના વડોદરા સ્થિત નિવાસ સ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
સુઝલોન કંપનીમાંથી 190 ટન સ્ક્રેપ બહાર કાઢવા બાબતે માંગી હતી લાંચ

વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાના મદદનીશ નિયામક પી.આર. ગેલોટે માહિતી આપતા જણાવ્યું હતું કે, વડોદરામાં રહેતા અને સ્ક્રેપનો ધંધો કરતા લક્ષ્મણભાઇ ખત્રીને વાઘોડિયા ખાતે આવેલી સુઝલોન કંપનીમાંથી 190 ટન સ્ક્રેપ બહાર કાઢવાનો હતો. આ સ્ક્રેપ બહાર કાઢવા માટે તેઓને સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ કસ્ટમ વિભાગમાંથી એ.ઓ.સી. લેવાની હતી.
વડોદરા ACBએ છટકુ ગોઠવતા લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા

સ્ક્રેપના વેપારી લક્ષ્મણભાઇ ખત્રીએ એન.ઓ.સી. મેળવવા માટે સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ કસ્મટ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ રાકેશ જયંતિભાઇ ચૌહાણ (રહે. 23, શ્રીનાથજી ડુપ્લેક્ષ, ફતેગંજ, વડોદરા)નો સંપર્ક કર્યો હતો. વર્ગ-2ના આ અધિકારીએ સ્ક્રેપના વેપારી પાસે એન.ઓ.સી. માટે રૂા.9 હજાર લાંચની માંગણી કરી હતી. સ્ક્રેપના વેપારી લક્ષ્મણભાઇ ખત્રીએ પોતાનો સ્ક્રેપનો માલ બહાર કાઢવા માટે એન.ઓ.સી. લેવા માટે સુપ્રિટેન્ડન્ટને રૂા.9 હજાર આપવાની તૈયારી બતાવી હતી. વાસ્તવમાં તેઓ રૂા.9 હજાર લાંચ આપવા માંગતા ન હતા. આથી તેઓએ એ.સી.બી.માં ફરિયાદ કરી હતી.
એ.સી.બી.ની ટીમે તેઓને લાંચની રકમ સાથે દબોચી લીધા

દરમિયાન સ્ક્રેપના વેપારીએ આજે બપોરે સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ કસ્ટમ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ રાકેશ ચૌહાણને વાઘોડિયા ખાતે આવેલી સુઝલોન કંપની ખાતે લાંચની રૂા.9 હજાર રકમ લેવા માટે બોલાવ્યા હતા. બીજી બાજુ વેપારીએ એ.સી.બી.ને જાણ કરતા એ.સી.બી.એ સુઝલોન કંપની પાસે છટકું ગોઠવ્યું હતું. કંપની ઉપર લાંચની રકમ લેવા માટે આવી પહોંચેલા સુપ્રિટેન્ડેન્ટ રાકેશ ચૌહાણે સ્ક્રેપના વેપારી લક્ષ્મણભાઇ ખત્રી પાસેથી રૂા.9 હજાર લાંચની રકમ લેતા જ વોચમાં ઉભેલી એ.સી.બી.ની ટીમે તેઓને લાંચની રકમ સાથે દબોચી લીધા હતા.

દરમિયાન એ.સી.બી.ના મદદનીશ નિયામક પી.આર. ગેલોટે સ્ટાફ સાથે લાંચ લેતા ઝડપાઇ ગયેલા સુપ્રિટેન્ડન્ટ રાકેશ ચૌહાણના ફતેગંજ ખાતે આવેલા મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. બીજી બાજુ લાંચ લેતા ઝડપાયેલા સુપ્રિટેન્ડન્ટ ભરૂચના વતની હોવાથી વડોદરા એ.સી.બી.એ ભરૂચ ખાતેના નિવાસ સ્થાને પણ તપાસ શરૂ કરાવી હોવાનું જાણવા મળ્યું હતું.
સુઝલોન કંપની ખાતેે લાંચની રકમ લઇને આવવા જણાવ્યું

સ્ક્રેપના વેપારી પાસેથી 9000 રુપીયાની લાંચ માંગ્યા બાદ સુપરિટેન્ડેન્ટ રાકેશ ચૌહાણે સુઝલોન કંપની ખાતે આવેલ પોતાની ઓફિસમાં જ વેપારીને લાંચની રકમ લઇને આવવા જણાવ્યું હતું. સ્ક્રેપના વેપારીએ આ અંગે એસીબીને જાણ કરતાં એસીબી પી.આઇ જી.ડી.પલસાણાએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. રાકેશ ચૌહાણે જેવી લાંચની રકમ સ્વીકારી કે તુરત જ એસીબીએ તેની ઓફિસમાં જ લાંચ લેતા ઝડપી લીધો હતો. રાકેશ એસીબીની ટ્રેપથી સ્તબ્ધ થઇ ગયો હતો.
અન્ય સમાચારો પણ છે...