તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરાના 2 ટાઉનહોલમાં હવે રાષ્ટ્રગીત ગાવું ફરજિયાત બનશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
 
વડોદરા: વડોદરા શહેરમાં આવેલા મહાનગર પાલિકા હસ્તકના બંને ટાઉનહોલમાં કાર્યક્રમની શરૂઆતમાં ફરજિયાતપણે રાષ્ટ્રગીતનું ગાન થાય તે માટેની સૂચના મેયર દ્વારા આપવામાં આવી છે. જેના પગલે શહેરમાં સિનેમાગૃહો બાદ હવે ટાઉનહોલમાં પણ રાષ્ટ્રગીત ગુંજી ઉઠશે. દેશના તમામ સિનેમાગૃહોમાં ફિલ્મની શરૂઆત પહેલાં ફરજિયાતપણે રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે. જેના ભાગરૂપે હવે વડોદરા મહાનગર પાલિકા હસ્તકના હાલ કાર્યરત બે ટાઉનહોલમાં આયોજિત થતા કોઇપણ કાર્યક્રમનો પ્રારંભ થતાં પહેલાં રાષ્ટ્રગીત વગાડવા માટેની સૂચના મેયર ભરત ડાંગર દ્વારા અપાઇ છે.
 
નગરગૃહમાં કોઇપણ કાર્યક્રમ શરૂ થતાં પહેલાં રાષ્ટ્રગીત ફરજિયાત વગાડવામાં આવશે
 
મેયર ભરત ડાંગરે વડોદરા મહાનગર પાલિકા સંચાલિત મહાત્મા ગાંધીનગર ગૃહ અને સર સયાજીરાવ નગરગૃહમાં કોઇપણ કાર્યક્રમ શરૂ થતાં પહેલાં રાષ્ટ્રગીત ફરજિયાત વગાડવામાં આવે તે માટેની સુચના મ્યુ.કમિશનરને આપી છે. આ સૂચનાનો અમલ થતાં બંને ટાઉનહોલમાં યોજાતા નાટક, મ્યુઝિકલ નાઇટ, સંસ્થાઓના કાર્યક્રમો, શાળાના વાર્ષિક દિનના સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત અન્ય સામાજિક પ્રવૃત્તિઓના કાર્યક્રમોમાં ભાગ લેવા જનારા નાગરિકોને રાષ્ટ્રગીતનું ગાન કરવું પડશે. શહેરમાં હાલ વિવિધ સિનેમાગૃહોમાં ફિલ્મનો પ્રારંભ થતાં પહેલાં રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે. એટલું જ નહીં  ફિલ્મ જોવા જતા ફિલ્મરસિકો રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે ત્યારે શિસ્તબદ્ધ રીતે ઊભા રહી રાષ્ટ્રગાનમાં સૂર પુરાવી રાષ્ટ્રગીત સન્માન જાળવે છે.
 
રાષ્ટ્રગીતનું ગાન કરવું એ ગૌરવપૂર્ણ છે
 
સિનેમાગૃહોમાં ફિલ્મના પ્રારંભ પહેલાં રાષ્ટ્રગીતનું ગાન થાય છે. આ પરંપરા મહાનગર પાલિકા હસ્તકના ટાઉનહોલમાં શરૂ કરવાની પહેલ અમે કરવા જઇ રહ્યા છે. કાર્યક્રમના પ્રારંભમાં રાષ્ટ્રગીત ગાવું જોઇએ. રાષ્ટ્રગીત ગાવામાં શું વાંધો હોઇ શકે ? રાષ્ટ્રગીતનું ગાન કરવું એ ગૌરવપૂર્ણ છે. વડોદરામાં આ પરંપરા શરૂ કરવાનું અમને ગૌરવ છે-.ભરત ડાંગર, મેયર, વડોદરા
 
ટાઉનહોલમાં રાષ્ટ્રગીતના ગાન વેળા શિસ્ત-મર્યાદા જળ‌વાશે
 
વડોદરા મહાનગર પાલિકાના બે ટાઉનહોલ ગાંધી નગર ગૃહ અને સયાજીરાવ નગરગૃહમાં કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં રાષ્ટ્રગાન વગાડવાની સૂચના મેયર દ્વારા મ્યુ.કમિશનરને આપવામાં આવી છે. આ સૂચનાનો અમલ થયા બાદ ટાઉનહોલમાં રાષ્ટ્રગીતના ગાન વેળા શિસ્ત અને મર્યાદા જળ‌વાશે ખરાં ω તે પ્રશ્ન હાલના તબક્કે ઉપસ્થિત થયો છે. 

રાષ્ટ્રગાન વગાડવાની જવાબદારી કોની બનશે ?
 
ગાંધી નગરગૃહ અને સયાજીરાવ નગરગૃહમાં રાષ્ટ્રગાન વગાડવાની પરંપરા શરૂ થયા બાદ તે અંગેની જવાબદારી કોની બનશે ω તે હજુ સ્પષ્ટ થયું નથી. રાષ્ટ્રગાન વગાડવા માટે મહાનગર પાલિકા તંત્રે બંને સ્થળોએ રાષ્ટ્રગીતની ઓડિયો કેસેટ ઉપલબ્ધ કરાવવી પડશે. એટલું જ નહીં, કાર્યક્રમના પ્રારંભમાં રાષ્ટ્રગીતનું ગાન થશે તેવી સૂચના આપવાની વ્યવસ્થા કરવી પડશે. આ સંજોગોમાં રાષ્ટ્રગાન વગાડવાની જવાબદારી મહાનગર પાલિકાની રહેશે કે કાર્યક્રમ માટે સ્થળ ભાડે રાખનાર આયોજકની રહેશે ω તે બાબતે તંત્રે સૂચના જારી કરવી જોઇએ.
 
ટાઉનહોલમાં રાષ્ટ્રગીત વડોદરા રાજ્યનું 1લું શહેર 
 
સિનેમાગૃહોમાં ફિલ્મના પ્રારંભમાં રાષ્ટ્રગીત ગાવાની પ્રથા રાજ્યનાં તમામ શહેરોમાં શરૂ થઇ ગઇ છે. પરંતુ મહાનગર પાલિકા હસ્તકના ટાઉનહોલમાં રાષ્ટ્રગીતનો પ્રારંભ કરવાની પરંપરા શરૂ કરી વડોદરા રાજ્યનું પહેલું શહેર બનશે. રાજ્યમાં અમદાવાદ, સુરત, જામનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, ગાંધીનગરના ટાઉનહોલમાં કાર્યક્રમના પ્રારંભમાં રાષ્ટ્રગીત ફરજિયાતપણે વગાડવાનું હજુ શરૂ કરાયું નથી તેમ મેયર ભરત ડાંગરે જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો