તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુગાન્ડાના ગુજરાતી પરિવારો, 12 વર્ષથી કરે છે માટીના શ્રીજીની સ્થાપના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: ગણેશજીનો મહિમા ગણેશોત્સવમાં ભારત પૂરતો સિમિત રહ્યો નથી તેનો પૂરાવો હજારો કિ.મી. દૂર ઇસ્ટ આફ્રિકાના યુગાન્ડા નજીક આવેલા બાલે સિટીના ગુજરાતી પરિવારોએ આપ્યો છે. બાલે સિટીમાં વસતા ગુજરાતી પરિવારો છેલ્લા 12 વર્ષથી માટીમાંથી બનાવાયેલી શ્રીજીની મૂર્તિ સ્થાપી ગણેશોત્સવ ઉજવી ‘જ્યાં વસે ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત’ ઉક્તિને સાર્થક કરી છે.

બાલે સિટીના 300 ગુજરાતી પરિવારો શ્રીજી મહોત્સવની ઉજવણી કરે છે

ઇસ્ટ આફ્રિકાના યુગાન્ડા નજીક આવેલા બાલે સિટીમાં 300 થી વધુ ગુજરાતી પરિવારો અને 400 જેટલાં દક્ષિણ ભારતીય પરિવારો બિઝનેશ માટે વર્ષોથી વસવાટ કરે છે. જે પૈકી વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામ પટેલના પુત્ર અક્ષય પટેલ બાલે સિટીમાં હાર્ડવેર હોલસેલર તરીકે બિઝનેશ કરે છે. બાલે સિટીમાં સનાતન ધર્મ મંદિર આવેલું છે. આ ઉપરાંત તહેવારોની ઉજવણી સનાતન ધર્મ મંદિરમાં એકત્ર થઇને કરી ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવી રહ્યા છે. યુવક અક્ષય પટેલે 2005 થી યુગાન્ડાના બાલે સિટીમાં ગણેશોત્સવનો પ્રારંભ કર્યા બાદ આ પરંપરા વર્ષ-2016 માં પણ જાળવી રાખી છે.
આગળની સ્લાઇડ્સમાં વાંચો અક્ષય ગણેશોત્સવ માટે ભારતથી યુગાન્ડા પરત ગયો.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો