બે PSI બાદ DCB PI જાડેજાનો પણ ભોગ લેવાયો : અન્ય 3 PIની પણ બદલી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરનો પ્રતિકારાત્મક ઉપયોગ)
-રૂ.18 લાખની ચોરીની રીકવરીના વિવાદના છાંટા ઉડ્યાં
-બન્ને પોલીસ સ્ટેશનના પી.આઇ.ની પણ બદલીના આદેશ

વડોદરા:લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પી.આઇ. તેમજ ક્રાઇમ બ્રાન્ચના બે પી.એસ.આઇ. સામે નાણાં અંગે ગંભીર પ્રકારના આક્ષેપો થયા બાદ આજે આ પોલીસ કમિશનરે ચાર પી.આઇ.ની આંતરીક બદલીના આદેશ કર્યા હતા જેમાં આ બન્ને પોલીસ સ્ટેશનના પી.આઇ.ની પણ બદલીના આદેશ થતાં આ બાબત ભારે ચર્ચાનો વિષય બની છે.

પોલીસ કમિશનર ઇ.રાધાક્રિષ્નને કરેલા આદેશ મુજબ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. પી.જી.જાડેજાની બદલી સ્પેશ્યલ બ્રાન્ચમાં કરવામાં આવી છે. માંજલપુર પી.આઇ. એમ.એન.ગોડની બદલી જવાહરનગર પોલીસ સ્ટેશનમાં માંજલપુર પોલીસ સ્ટેશનમાં અમદાવાદથી ટ્રાન્સફર થઇને આવેલા પી.આઇ. એફ.કે.જોગલને મુકવામાં આવ્યાં છે.
લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પી.આઇ. એમ.ડી.પુવારની ટ્રાન્સફર એમ.ઓ.બી. શાખામાં કરીને તેમને ગુજકોકનો વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે. જ્યારે સાઇબર સેલના પી.આઇ. વી.જે. રાઠોડને ક્રાઇમ બ્રાન્ચનો હાલ ચાર્જ સોંપવામાં આવ્યો છે. પી.આઇ. એસ.એન. પાડોરની સ્પેશ્યલ બ્રાન્ચની ટ્રાન્સફર રદ કરીને તેમની ટ્રાફિક શાખાની નિમણૂંક યથવત રાખવામાં આવી છે.
તાજેતરમાં જ રૂ.18 લાખની ચોરીના મુદ્દામાલની રિકવરીમાં રૂ.2 લાખ ઓછા હોવાના કારણે બે પી.એસ.આઇ.ને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા, તો આજ રીતે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પી.આઇ. સામે પણ ચોકીસ મહાજન મંડળે મોટી રકમ લીધા બાદ આ રકમ પરત કરી હોવાના આક્ષેપો કરતાં ભારે વિવાદ સર્જાયો હતો.
અન્ય સમાચારો પણ છે...