ડભોઇ: “માં ની કેડ પર ચઢી ડંકા ન વાગે, ઇ તો ટીન,,ટીન,, જ થાય” નું આજરોજ ડભોઇ વિધાન સભા ક્ષેત્ર નાં નડા ગામે હજારો ની જનમેદની ને સંબોધતાં કોંગ્રેસ નાં રાષ્ટ્રીય પ્રમુખ રાહુલગાંધી પર કટાક્ષ મારતાં કેન્દ્રનાં મંત્રી પુરસોત્તમ રૂપાલાએ આજરોજ જણાવ્યુ હતું,
યુપીની નગર પાલિકાઓની ચૂંટણીઓમાં ખાતુ ખુલતુ નથી ને ગુજરાતમાં ચૂંટણી જીતીને સરકાર રચવાના સપના જુવે છે
ડભોઇ વિધાનસભા 140 ની બેઠક પર આજરોજ સાંજનાં 6 કલાકે તાલુકાનાં નડા ગામે ભાજપાનાં પ્રચારમાં આવેલાં કેન્દ્રીય મંત્રી પુરસોત્તમ રૂપાલાની આજરોજ તાલુકાનાં નડા ગામે એક જાહેર સભા યોજાઇ હતી. જેમાં પોતાનાં હાસ્યભર્યા પ્રવચન આપતાં પુરસોત્તમ રૂપાલાએ જનમેદની ને હાસ્યની છોળો સાથે પોતાનું વક્તવ્ય આપતાં જણાવ્યુ હતું કે, યુપી ની નગર પાલિકાઓ માં ખાતું ખુલતું નથી ને ગુજરાત માં ચુંટણી જીતી ઓમને સરકાર રચવાનાં સપનાં જોવા નિકળેલાં આ કોંગ્રેસીયાઓ પાસે ચુંટણી નો કોઇ મુદ્દો જ નથી. જેથી માત્ર ગુજરાત ને બદનામ કરવાની વાતો જ પોતાનાં ભાષણો માં કરી રહ્યા છે.
આ લોકો ને વિકાસ તા દેખાતો જ નથી 24 કલાકે લાઇટો, નર્મદાનાં પાણી ઘર આંગણે, રસ્તાઓ, માં અમૃતમ કાર્ડ, ગરીબો નાં ચુલા બંધ કરી ગેસ કનેક્સનો આપ્યા શું આ વિકાસ નથી ωઆ કોંગ્રેસીયાઓ ગુજરાત ને બદનામ કરી વોટ માંગવા નો જ કાર્યક્રમ ઘડી ચુંટણી માં ઉતર્યા છે.
નર્મદા યોજનાં નાં મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાંજણાવ્યુ હતું કે 10 વર્ષ સુધી ડેમ નાં દરવાજા બેસાડવા ની પરવાનગી તમોએ નથી આપી જ્યારે મોદીજી બેઠાનાં 17 માં દિવસે મંજુરી આપી દીધી ત્યાર બાદ પણ કોંગ્રેસનાં દિગવિજય સિહે તેનો પણ વિરોધ કર્યો હતો. શા માટે ગુજરાત ની પ્રગતી તેઓ થી દેખાતી જ નથી તેઓ પાસે નેતા નથી નિતિ નથી કેવળ ગાળાગાળી કરી મતો માંગવા નિકળ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.