તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Revival Of The Dead Put A Roof Over Girl Man Leap The Nasty Girl Photo On Facebook

વડોદરામાં યુવકે બીભત્સ ફોટો ફેસબુક પર મૂકતાં યુવતીની છત પરથી મોતની છલાંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાઃ શહેરના સમા વિસ્તારના રણછોડનગરમાં રહેતા એક યુવકે યુવતીની જાણ બહાર તેની તસવીરો બીભત્સ એડિટિંગ કરી ફેસબુક ઉપર અપલોડ કરતાં યુવતીએ પોતાના ઘરના ધાબા પરથી છલાંગ લગાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સમા પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- સમા વિસ્તારની યુવતીને માથાના ભાગે ઇજા થતા સારવાર હેઠળ ખસેડવામાં આવી

સમા વિસ્તારમાં આવેલા રણછોડનગરમાં રહેતા કુલદીપ જગદીશ સહાણી નામના યુવકે એક યુવતીની જાણ બહાર તસવીરો બીભત્સ એડિટિંગ કરી ફેસબુક ઉપર અપલોડ કરી હતી. શનિવારે આ બાબતની જાણ યુવતીને થતાં, તે યુવકના ઘરે પહોંચી ગઇ હતી. જોકે થોડા સમય સુધી યુવક અને યુવતી વચ્ચે બોલાચાલી થતાં યુવતી પોતાના ઘરે પરત ફરી હતી. જ્યાં યુવતીએ પોતાની બીભત્સ તસવીરો સોયીલ મીડિયા પર અપલોડ થઇ હોવાથી આઘાત લાગી આવ્યો હતો. જેથી તેણીએ પોતાના ઘરના ધાબા ઉપરથી છલાંગ લગાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

યુવતીના ભાઇ દ્વારા ઇજાગ્રસ્ત બહેનને સયાજીમાં ખસેડાતા તબીબો દ્વારા પ્રાથમિક તપાસમાં યુવતીને માથાના ભાગે , ડાબા પગ, હાથ અને કાન પર ઇજાઓ પહોંચી હોવાનું બહાર આવ્યું છે. તબીબો દ્વારા યુવતીને પૂરતી સારવાર આપી સીટી સ્કેન કરાવવા માટે મોકલી આપવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...