• Gujarati News
  • The Country Ranked 5 MS University Faculty Of Social Work

દેશમાં 5મા ક્રમે એમ.એસ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- આઉટલૂક દ્રષ્ટિ સોશિયલ વર્ક સરવેમાં ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક દ્વારા ડિટેઇલ્ડ રિપોર્ટ સબમિટ કરાયો
વડોદરા : એક મેગેઝિનના સરવે પ્રમાણે એમ.એસ.યુ.ની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કે બેસ્ટ સોશિયલ વર્ક ઈન્સ્ટિટ્યૂશન્સના રેન્કિંગમાં ગુજરાતમાં ફર્સ્ટ, વેસ્ટર્ન ઝોનમાં સેકન્ડ સ્થાન મેળવ્યું છે. ફેકલ્ટીમાં વર્ષ દરમિયાન કરાયેલી વિવિધ એક્ટિવિટીઝના આધારે તેને આ રેટિંગ અપાયું છે.
એમ.એસ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કે તાજેતરમાં જ એક મેગેઝિન દ્વારા જાહેર કરાયેલા દેશની ટોપ-10 સોશિયલ વર્ક ઇન્સ્ટિટ્યુશન્સના રેન્કિંગમાં 5મો ક્રમ જાળવી રાખ્યો છે. મેગેઝિન દ્વારા કરાયેલા સરવેમાં દેશની ટોપ-10 ઇન્સ્ટિટ્યુટ્સમાં 1,000 પોઇન્ટ્સમાંથી 851.5 પોઇન્ટ્સ મેળવીને ફેકલ્ટીએ આ ક્રમ જાળવી રાખ્યો છે. ગત વર્ષે પણ આ લિસ્ટમાં ફેકલ્ટીનો 5મો ક્રમ જાહેર કરવામાં આવ્યો હતો.
આઉટલૂક દ્રષ્ટિ સોશિયલ વર્ક સરવેમાં ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક દ્વારા ડિટેઇલ્ડ રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હતો. મે મહિનામાં સબમિટ થયેલા આ રિપોર્ટમાં 1,500 પેજના રિપોર્ટમા ફેકલ્ટીની એડમિશન પ્રોસિજર, ટિચર્સ અને રિસચર્સના પ્રકાશિત થયેલા જર્નલ્સની વિગતો, સ્ટુડન્ટ્સ ઇનિશિયેટિવ વગેરે બાબતો મોકલવામાં આવી હતી. મેગેઝિન દ્વારા આ વિગતોના આધારે 5 કેટેગરીમાં 1,000 પોઇન્ટ્સમાંથી રેન્કિંગ આપવામાં આવ્યા હતા.
927.55 પોઇન્ટ્સ સાથે મુંબઇમાં આવેલી ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ દેશની પ્રથમ ક્રમાંકિત સોશિયલ વર્ક ઇન્સ્ટિટ્યુટ જાહેર કરવામાં આવી હતી. રેન્કિંગ મુજબ ગુજરાતમાં માત્ર ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કને પ્રથમ અને એક માત્ર ફેકલ્ટી તરીકે સ્થાન મળેલું છે. જ્યારે વેસ્ટર્ન ઝોનમાં પણ સેકન્ડ રેન્ક મળ્યો છે. મેગેઝીન દ્વાર પ્રત્યેક ઇન્સ્ટિટ્યુશન્સની સિલેક્શન પ્રોસેસ, એકેડમિક એક્સિલન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી, પ્લેસમેન્ટની સુવિધાના આધારે આ રેન્કસ આપવામાં આવ્યો છે. ફેકલ્ટીના સ્ટુડન્ટ્સ તેમજ સ્ટાફ દ્વારા શુક્રવારે ફેકલ્ટીના પ્રાંગણમાં આ સફળતાને સેલિબ્રેટ કરવામાં આવી હતી.
હવે પર્સનાલિટી ડેવલપમેન્ટ, એક્સપોઝર પર ભાર મૂકાશે
ફેકલ્ટીના ડીન પ્રો.એમ.એન.પરમારે જણાવ્યું કે, ‘અમારું પરફોર્મન્સ 5 સેક્શનમાં સારું રહ્યું છે. પર્સનાલિટી ડેવલપમેન્ટ અને એક્સપોઝરમાં થોડા ઓછા પોઇન્ટ્સ મળ્યા છે. વર્ષ દરમ્યાન અમે ઘણી પ્રવૃત્તિઓ કરી છે. પરંતુ તેનું ડોક્યુમેન્ટેશન સબમિટ ન થયું હોવાથી પોઇન્ટ્સ ઓછા મળ્યા. આ વર્ષની શરૂઆતથીજ અમે આ દિશામાં કામ કરીશું. એકસ્ટ્રા મ્યુરલ લેક્ચર અને પર્સનાલિટી ડેવલપમેન્ટ્સ માટેના વિશેષ સેશન યોજીશું. જેના માટે જરૂરી ફંડ માટે પણ યુનિવર્સિટી પાસે રિક્વેસ્ટ કરીશું.’
કેમ્પસમાં વાઇ-ફાઇની સુવિધા માટે પણ પ્રયાસ કરાશે
ફેકલ્ટીમાં હાલમાં 360 સ્ટુડન્ટ્સ અભ્યાસ કરી રહ્યાં છે, જેમને ઇન્ટરનેટ માટે વાઇ-ફાઇની સુવિધા ડેવલપ કરવાનો પ્રયાસ ફેકલ્ટી દ્વારા કરાશે. પ્રો.પરમારે કહ્યું કે, ‘યુનિવર્સિટી તેમજ અલ્યુમ્નાઇ અસો.ને સહકાર આપવા માટે જણાવીશું.’
- તમામ સેક્ટરમાં સ્ટુડન્ટ્સ છે
ફેકલ્ટીના ડેવલપમેન્ટમાં સ્ટુડન્ટ્સ મહત્ત્વનો રોલ પ્લે કરે છે. પ્લેસમેન્ટ્સ એક્ટિવિટીને કારણે તમામ સેક્ટરમાં અમારા પૂર્વ સ્ટુડન્ટ્સ જોબ કરી રહ્યાં છે. પ્લેસમેન્ટ અને એકેડમિક એક્સિલન્સ સ્ટ્રોંગ પાસું છે. -કેયૂર પટેલ, સ્ટુડન્ટ, સિ. એમ.એસ.ડબલ્યુ.

- અમે પૂરતો સપોર્ટ આપીશું
સ્ટુડન્ટ્સ વધારે સારો દેખાવ કરે તો પરિણામ પણ સારુ આવે છે. ફેકલ્ટીની સાચી એસેટ્સ તેના સ્ટુડન્ટ્સ હોય છે. જેથી અમે પણ 100% યોગદાન આપીશું. જેથી નેકસ્ટ ઇયર ટોપ થ્રીમાં સ્થાન મેળવી શકીએ. - યશશ્રી બેડેકર, સ્ટુડન્ટ, સિ. એમ.એસ.ડબલ્યુ