તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદમાં સ્વાઇન ફ્લૂએ માથું ઊંચક્યું, વધુ 3 કેસ પોઝિટિવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ઠંડક શરૂ થતાં જ ડેન્ગ્યુનો વાવર વધ્યો છે. ત્યારે બીજી બાજુ સ્વાઇન ફ્લૂ માથું ઉંચકી રહ્યો છે. ગુરુવારે સ્વાઇન ફ્લૂ અંગેનાં પાંચ સેમ્પલ પૈકી ત્રણ સેમ્પલ પોઝિટિવ આવતાં તંત્રમાં દોડધામ મચી છે. અત્યાર સુધીનો સ્વાઇન ફલુ પોઝિટિવનો આંક 13 પર પહોંચ્યો છે. ભેજવાળા માહોલમાં સ્વાઇન ફલૂએ માથુ ઊંચકતા તંત્રમાં દોડધામ મચી છે.
 
છાણીની 41 વર્ષિય મહિલા સહિત ત્રણ લોકો સ્વાઇન ફલૂમાં સપડાયા
 
વરસાદની શરૂઆત સાથે શહેરમાં રોગચાળાએ ઉપાડો લીધો છે. રોગચાળા મામલે સેવાસદનનો આરોગ્ય વિભાગ એકસાથે ત્રિપાંખિયો જંગ લડી રહ્યો છે. ડેન્ગ્યુ , મેલેરિયા અને સ્વાઇન ફ્લૂ શહેરમાં માથું ઉંચકી રહ્યા છે. ત્યારે ગત વર્ષ જેવો કેસોનો સિલસિલો શરૂ થાય તે અગાઉ તંત્ર કામે લાગ્યું છે. ડેન્ગ્યુ ગત વર્ષ કરતાં કાબૂમાં છે ત્યારે સ્વાઇન ફ્લૂ નો આંકડો વધી રહ્યો છે.આ સિઝનમાં સ્વાઇન ફ્લૂ પોઝિટિવનો આંક 13નોંધાયો છે. જ્યારે બે વ્યક્તિનાં મોત થયાં છે. ગુરુવારે પાંચ સેમ્પલ પૈકી સુભાનપુરાના 55 વર્ષીય પુરુષ અને અટલાદરાના 24 વર્ષીય યુવાન સાથે છાણીની 41 ‌વર્ષીય મહિલાને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવ્યો છે.
 
દિવા તળે જ અંધારું
 
શહેરમાં એક તરફ મચ્છર અંગે સોર્સ રિડક્શન નું કામ કરતા કોર્પોરેશન ના અધિકઆરોગ્ય અમલદાર ની કચેરી ની બહાર મચ્છર ઉત્પત્તિ માટે પાણી ભરાયેલું છે જેમાં MLO  છાંટવા માં આવતું નથી.
 
પાલિકાના સર્વેેમાં SSGમાંથી મચ્છરનું બ્રીડિંગ મળ્યું
 
સયાજી હોસ્પિટલમાં ગત વર્ષે ધન્વંતરિ હોસ્ટેલમાંથી ડેન્ગ્યુના કેસ મળતાં દોડધામ થઇ હતી. તાજેતરમાં 6 જુલાઇ અને 11 જુલાઇના રોજ સેવાસદનની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સરવે કરવામાં આવતાં હોસ્ટેલમાંથી મચ્છરનું બ્રીડિંગ મળ્યું હતું. જેથી સેવાસદન દ્વારા સયાજી હોસ્પિટલ સત્તાધીશો અને મેડિકલ કોલેજના ડીનને પત્ર લખી સોર્સ રિડકશન માટે એક નોડલ અધિકારીની નિમણૂક કરવા સૂચના અપાઇ છે.
 
નોડલ ઓફિસરની નિમણૂક થશે
 
અમારી પાસે ફોગિંગ મશીન છે. સેેવાસદન સિવાય અમારી જાતે પણ ફોગિંગ કરાવીશું અને મચ્છર નિયંત્રણ માટે જરૂરી પગલાં ભરીશું. ટૂંકમાં નોડલ ઓફિસરની નિમણૂંક કરાશે-  ડો. રાજીવ દેવેશ્વર , સુપરિન્ટેન્ડન્ટ, સયાજી હોસ્પિટલ
 
ફ્રાઇડે ઇઝ ડ્રાઇડે પાલિકાની  ઝુંબેશ
 
આરોગ્ય સમિતિના ચેરમેન ડો. રાજેશ શાહે જણાવ્યું હતું કે પાલિકાએ હાથ ધરેલી ઝુંબેશમાં દર શુક્રવારે હેલ્થ વિભાગના કર્મચારીઓ વિવિધ વિસ્તારમાં ફરી ભરાયેલા પાણીનો નિકાલ કરાવશે.
 
શંકાસ્પદ ડેન્ગ્યુના 16 કેસ નોંધાયા
 
શહેરમાં શંકાસ્પદ ડેન્ગ્યુના 16 કેસ નોંધાયા છે. પાલિકાએ  સયાજી હોસ્પિટલમાં મોકલેલા 11 શંકાસ્પદ ડેન્ગ્યુનાં સેમ્પલ પૈકી એક કેસ પોઝિટિવ નોંધાયો છે. જ્યારે ગુરુવારે વધુ ચાર સેમ્પલ ટેસ્ટ માટે મોકલાયાં છે.
અન્ય સમાચારો પણ છે...