• Gujarati News
  • Swami Vivekananda Had In Mind 122 Years Ago At Dilaram Bungalow 152 Years Old In Vadodara

વડોદરામાં અહિ 122 વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદ ધ્યાન કર્યું હતું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા:હારાજા ખંડેરાવ ગાયકવાડના શાસન સમય દરમિયાન 1863માં વડોદરા સ્ટેટના દિવાનને રહેવા માટે આજનાં અલકાપુરી વિસ્તારમાં એક બંગલાનું નિર્માણ કરાવ્યું હતું. દિવાનનું પદ ખૂબ મોટુ હોવાથી તેમને આરામ માટે વિશેષ બંગલો બંધાવ્યો હતો. જે દિલારામ બંગલો તરીકે જાણીતો બન્યો હતો. 2005માં આ બંગલો ગુજરાત સરકારે રામકૃષ્ણ મિશનને અર્પણ કર્યો હતો.
Paragraph Filter

-સ્વામી વિવેકાનંદ 122 વર્ષ પહેલાં 31મી મેના રોજ મુંબઈથી શિકાગો જવા નીકળ્યા હતા. વડોદરામાં તેમણે દિલારામ બંગલોમાં ધ્યાન કર્યું હતું.
ફેક્ટ ફાઈલ
1015.33-ચોરસ મીટર દિલારામ બંગલાનું બાંધકામ-
1375-ચોરસ મીટર દિલારામ બંગલાનો કુલ વિસ્તાર
45-ફૂટ દિલારામ બંગલાની ઇમારતની ઊંચાઇ
152-વર્ષ જૂનો આ બંગલો છે
આ ઇમારતમાં 24થી 26 એપ્રિલ, 1892 દરમિયાન કોલકાત્તાથી વડોદરા આવેલા સ્વામાજીએ એક ઓરડામાં ધ્યાન ધર્યું હતું. જે હોલ આજે પણ ધ્યાન ખંડ તરીકે જ ઉપયોગમાં લેવાય છે. આ બંગલાની મુખ્ય વિશેષતા તેનું આર્કિટેક્ચર છે.
જાણીતા આર્કિટેક પ્રકાશ પેઠે કહે છે કે, ગ્રાઉન્ડ ફ્લોરના ભાગેના રૂમ્સમાં ભોંયતળિયાને અડીને આવેલી બારીઓ પ્રકાશ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જ મૂકવામાં આવી છે. જેથી ભોંયતળિયાના ભાગે પણ સફાઇ સારી રીતે થઇ શકે.આ પણ તે સમયના આર્કિટેકચરની એક વિશેષતા હતી. આ ઇમારતમાં દરેક રૂમના દરવાજાની ઊંચાઇ 9 ફૂટ જેટલી છે.
આગળની સ્લાઈડ્સમાં વાંચો,બહારના તાપમાનની અસર અનુભવાતી નથી,સ્વામીજી મનુભાઇ મહેતાના મહેમાન બન્યા...