તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા: સાથે ભણતી સગીરાના ઘરે તબીબ પુત્ર દ્વારા એસિડ એટેક, આરોપી ફરાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા: 'તારે મારી સાથે સંબંધ ન રાખવો હોય તો તારી બહેનને મારી સાથે મોકલ, નહીં તો તારા ઉપર એસિડ નાંખીશ', અવાર-નવાર આવી ધમકીઓ આપ્યા પછી પણ સગીર યુવતી વશમાં ન થતાં પાગલ બનેલા ડોક્ટરપુત્રે બે દિવસ પૂર્વે સગીર યુવતીના ઘરના દરવાજા બહાર એસિડ નાંખતાં પરિવારજનો ભયથી થથરી ઉઠ્યાં હતાં. યુવતીની માતાની ફરિયાદના આધારે મકરપુરા પોલીસે ડોક્ટરપુત્રની ધરપકડ કરી હતી.
યુવતીએ સંબંધ ન રાખવા કર્યો હતો સ્પષ્ટ ઈનકાર
શહેરના સનસિટી પાસે આવેલી શિવાંજલિ સોસાયટીમાં રહેતા આયુર્વેદિક તબીબ કમલેશ પટેલનો પુત્ર સિદ્ધાર્થ (ઉં.વ.19) છેલ્લા પંદર દિવસથી માંજલપુર વિસ્તારમાં પ્રમુખ સ્વામી સોસાયટી નજીક રહેતી અને વિશ્વામિત્રી બ્રિજ પાસે આવેલી સ્કૂલમાં અભ્યાસ કરતી સગીરા દિશા ( નામ બદલ્યું છે)ને પોતાની સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો. પરંતુ, દિશા તેને દાદ આપતી ન હતી અને તેની સાથે સંબંધ રાખવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.
ડોક્ટરપુત્રએ બે વખત પત્રો પણ લખ્યાં હતાં
દિશાએ સંબંધ રાખવાનો ઇનકાર કરતાં સિદ્ધાર્થ ઉશ્કેરાયો હતો અને બે વખત પત્ર લખીને દિશા સુધી પહોંચાડ્યા હતા. પત્રમાં તેની સાથે સંબંધ રાખવા જણાવ્યું હતું અને જો તું નહીં આવે તો તારી બહેનને મોકલ તેમ જણાવ્યું હતું. બે પૈકી એક પત્રમાં સિદ્ધાર્થે એસિડ નાંખવાની પણ ધમકી આપી હતી. દિશાએ સંબંધ રાખવાનો ઇનકાર કરી દેતાં સિદ્ધાર્થ રોષે ભરાયો હતો અને 20 જુલાઇએ બપોરે અઢી વાગ્યે મોઢા ઉપર રૂમાલ બાંધી યુવતીના ત્યાં પહોંચી ગયો હતો. દિશા, તેની મમ્મી અને બહેન ઘરમાં જ હતાં. સિદ્ધાર્થને દિશા જોઇ જતાં તેણે ઘરની જાળી બંધ કરી દીધી હતી.આથી સિદ્ધાર્થ ઘરના દરવાજા પાસે એસિડ ઢોળી ફરાર થઇ ગયો હતો. દીકરી ઉપર એસિડ નાંખવા ન મળતાં ઘરના દરવાજા પાસે એસિડ નાંખીને સિદ્ધાર્થ ફરાર થઇ જતાં પરિવારજનો ફફડી ઉઠ્યાં હતાં અને સિદ્ધાર્થ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ ડોક્ટરપુત્રની ધરપકડ કરી હતી. જામીન પર છૂ્ટ્યા બાદ સિદ્ધાર્થની કલમ 151 હેઠળ પણ ધરપકડ કરાઇ હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આગળની સ્લાઇડ્સમાં જુઓ એસિડ અટેક કરનારે લખેલ પત્ર અને પીડિતાની આપવીતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો