તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘સ્માર્ટ ઇ-નોટ્સ’ અંગ્રેજી શબ્દોની ચિત્ર સાથે સમજ,વડોદરાના બે યુવાનોની મહેનત રંગ લાવી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- શહેરના 2 યુવાનોએ અઘરા શબ્દને ક્લિક કરતાં અર્થ, એપ્લિકેશન, ચિત્ર અને વીડિયો મળી જાય તેવી ટેક્નિક વિકસાવી

વડોદરા : ગુજરાતી માધ્યમમાં ભણેલા મોટાભાગનાં વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ અને મેડિકલ શાખાનો અંગ્રેજી ભાષામાં અભ્યાસ કરતી વખતે ઘણી જ તકલીફોનો સામનો કરવો પડે છે. ખાસ કરીને એન્જિનિયરિંગ અને મેડિકલ શાખાના અમુક શબ્દોનો અર્થ સમજવામાં તો માથું ખંજવાળું પડે છે. વિદ્યાર્થીઓને રેફરન્સ બુક અને ગૂગલનો સહારો લેવો પડે છે. પરંતુ આ માથાકૂટમાંથી વિદ્યાર્થીઓને રાહત મળે તેમજ નોટ્સ વખતે જ કોઇપણ અઘરા શબ્દને ક્લિક કરતાં જ તેનો અર્થ, તેની એપ્લિકેશન, ચિત્ર અને વીડિયો આસાનીથી મળી જાય તેવી ટેક્નિક સાથે શહેરના બે આઇટીના યુવાનો ‘સ્માર્ટ ઇ નોટ્સ’ નામનું ઇ ટૂલ્સ બનાવ્યું છે.
શહેરના આઇટીના યુવાનો પંકિત શાહ અને સપન શાહે ‘સ્માર્ટ ઇ-નોટ્સ’ નામના બનાવેલા ઇ-ટૂલ્સની વિશેષતા એ છે કે કોઇપણ વિદ્યાર્થીને તેના મુશ્કેલ પ્રશ્નોનું ત્વરિત અન્ય ભાષામાં રૂપાંતર, તેનો જેતે ભાષામાં અર્થ અને ઉચ્ચાર એકદમ સરળ ભાષામાં મેળવી શકે છે. એટલું જ નહીં પણ તેનું પ્રેકટિકલ ઉદાહરણ પણ તેની જરૂરિયાત પ્રમાણે પેજ પર જ મેળવી શકે છે. વિદ્યાર્થીને કોઇપણ રેફરન્સ બુક્સ ફેંદવાની કે ગૂગલ પેજ ખોલવાની જરૂર નહીં પડે. નવા ઇ-ટૂલ્સથી ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માંગતાં વિદ્યાર્થીઓ કોઇપણ ભાષામાં તેની જરૂરી માહિતી મેળવી શકશે. સ્માર્ટ ઇ નોટ્સને આઇટીના યુવાનો ટૂંક સમયમાં જ લોંચ કરશે. તેમનું આ ઇ-ટૂલ્સ જેવું કોઇ ટૂલ્સ કે તમામ માહિતી આપતું એકપણ સાધન ઇન્ટરનેટ પર ઉપલબ્ધ નથી.
વિદ્યાર્થીઓને આંખના પલકારામાં માહિતી મળી જાય છે
વી-કલાસરૂમીંગ તૈયાર કર્યું તે વખતે મળેલા ફીડબેંક તેમજ અમુક વ્યકિતગત અનુભવોને કેન્દ્રમાં રાખીને જ અમને સ્માર્ટ ઇ નોટ્સ બનાવવાનો વિચાર આવ્યો હતો. વિદ્યાર્થીઓને તેમના અભ્યાસને લગતી માહિતી આંખના પલકારામાં જ મળી જાય છે. - પંકિલ શાહ અને સપન શાહ, સ્માર્ટ ઇ નોટ્સ બનાવનાર.
અન્ય સમાચારો પણ છે...