સંખેડા:કુંડા ગામને આજે પણ પાયાની સુવિધા મળી નથી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડા:એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર એક વર્ષના શાસનની ઉજવણી કરી રહી છે.બીજી તરફ લોકસભાની ચૂંટણીમાં રસ્તા,પાણી,વીજળી,આરોગ્ય અને શિક્ષણ જેવી મહત્વની પાયાની બાબતોની અસુવિધાના કારણે મતદાનનો બહિષ્કાર કરનાર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગરો વચ્ચે વસેલા કુંડા ગામમાં પાયાની સુવિધાઓનો હજી પણ અભાવ છે. જેથી આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર ગ્રામજનો કરવાના મૂડમાં છે.
Paragraph Filter
- ગત લોકસભાની ચૂંટણીમાં આખા ગામના લોકો દ્વારા મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરાયો હતો
- ગ્રામજનો આગામી સમયમાં યોજાનારી તાલુકા-જિ.પં.ની ચૂંટણીનો બહિષ્કાર કરવાના મૂડમાં
આ અંગે આજે આ ગામની દિવ્ય ભાસ્કરે લીધેલી મુલાકાત દરમિયાન ગ્રામજનોની માંગણી તેમજ હાલમાં શું પરિસ્થિતિ છે તે બાબતેની તપાસ કરાઇ હતી. ગત લોકસભાની ચૂંટણી વખતે નસવાડી તાલુકાના બૂથ નંબર-354 કુંડાના ગ્રામજનો દ્વારા મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરાયો હતો. મતદાન બહિષ્કાર બાબતે ગ્રામજનો દ્વારા તે અંગેની લેખિત રજૂઆત તંત્રને કરી હતી. જે બાબતે મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી-બોડેલી દ્વારા ચૂંટણી અધિકારી અને છોટાઉદેપુરના કલેકટરને વિગતોનો અહેવાલ પણ રજુ કરાયો હતો.
જેમાં મદદનીશ ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે રસ્તાઓની છેલિયાનાળાની અને પીવાના પાણીની સુવિધા તેમજ વીજળીની સુવિધા બાબતેની તેમજ સરકારી યોજનાઓનો લાભ ગામલોકોને મળતો નહી હોવા અંગે જણાવાયું હતું. સાંજે જ્યારે મતદાન પૂર્ણ થયું ત્યાં સુધી ગ્રામજનોએ મતદાન નહી કરતાં આ ગામનું મતદાન માત્ર ફરજ પરના કર્મચારીઓ પૂરતું જ રહ્યું હતું. જે અંગે પણ જીલ્લા ચૂંટણી અધિકારી દ્વારા અધિક મુખ્ય નિર્વાચન અધિકારીને મતદાન બહિષ્કાર બાબતે જાણ કરાઇ હતી.

આજે આ ગામની મુલાકાતદરમિયાન કેટલાક ગ્રામજનોનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે આજે પણ ગ્રામજનો નજીકમાં વહેતા એક નદી જેવા સાંકળા નાળામાંથી પાણી લાવે છે. જ્યારે ગામ સુધી લાઇટના થાંભલા નાખેલા હોવા છતાં પણ લોકોના ઘરે હજી પણ લાઇટ ચાલતી નથી. આરોગ્યની પણ અસુવિધા છે. કોઇ આરોગ્યના કર્મચારી નિયમિત તપાસ માટે આવતા નથી. રસ્તાના અભાવે 108 એમબ્યુલન્સ પણ નથી આવતી. શિક્ષણ માટે શાળા છે પણ શિક્ષક નિયમિત આવતા નથી.
આગળની સ્લાઈડ્સમાં વાંચો,કુંડા ગામ બાબતે શું કહે છે ગ્રામજનો,વિધાનસભામાં ગામ ભા.જ.પ. સાથે હતું,શું કહે છે અધિકારીઓ-ધારાસભ્ય....
અન્ય સમાચારો પણ છે...