તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

RSSના વડા મોહન ભાગવતનું બર્થ ડે સેલિબ્રેશન, મહારાણીએ ઉતારી આરતી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરાઃ દેશના સંરક્ષણ મંત્રી મનોહર પારિકર અને આરએસએસના સરસંઘચાલક ડો. મોહન ભાગવત રવિવારે વડોદરાની મુલાકાતે હતા. તેમણે ગણેશ મંડળની મુલાકાત લીધી હતી. વડોદરાની મુલાકાત દરમિયાન યોગાનુયોગ આજે ડો. મોહન ભાગવતનો જન્મદિવસ પણ હતો. જેથી વડોદરાના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે તેમનું સન્માન કર્યુ હતુ. મહારાણી રાધિકારાજે ગાયકવાડે મોહન ભાગવતની આરતી ઉતારી હતી.
આશિર્વાદ ગણેશજીને સુવર્ણ યજ્ઞોપવિત અર્પણ કરાયા
મનોહર પારિકર અને મોહન ભાગવતે દાંડિયા બજારમાં શ્રીમંત એસ.વી.પી.સી. ટ્રસ્ટ દ્વારા ઉજવાતા ગણેશોત્સવમાં શ્રીમંત આશીર્વાદ ગણેશજીની મુલાકાત લઇને તેના દર્શન કર્યા હતા. અને ત્યાં ગણપતિ બાપ્પાની આરતી ઉતારી હતી. ડો. મોહનજી ભાગવત અને મનોહર પારિકરના હસ્તે આશિર્વાદ ગણેશજીને સુવર્ણ યજ્ઞોપવિત અર્પણ કરાયા હતા.
શિક્ષણથી માત્ર સાક્ષરતા વધે તે યોગ્ય નથી: રક્ષામંત્રી પારિકર
શિક્ષણથી માત્ર સાક્ષરતા વધે તેનો કોઇ અર્થ નથી. શિક્ષણની સાથે નવી પેઢીમાં જ્ઞાન સંપન્નતા વધે, ઊંડી સમજણ કેળવાય, એનાલિસિસ કરવા અને તારણ કાઢવાની કુશળતા વધે તેવું જ શિક્ષણ જ આવનાર સમયમાં અર્થપૂર્ણ બની રહેશે તેવી લાગણી એફજીઆઇ દ્વારા આયોજિત ૧૪મા શ્રેષ્ઠતા પુરસ્કાર કાર્યક્રમમાં દેશના રક્ષામંત્રી મનોહર પારિકરે વ્યક્ત કરી હતી.ફેડરેશન ઑફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ (એફજીઆઇ)એ આર્થિક, સામાજિક અને પર્યાવરણ વિકાસ અને સંરક્ષણના ક્ષેત્રમાં અસાધારણ યોગદાનને બિરદાવવા શરૂ કરેલા શ્રેષ્ઠતા પુરસ્કારોથી વિજેતાઓને સન્માનિત કરવાના સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત થયેલા દેશના સંરક્ષણમંત્રી મનોહર પારિકરે જણાવ્યું હતું કે, એફજીઆઇના એવોર્ડ્સથી ઔદ્યોગિક ક્ષ્રેત્રમાં વિકાસની સાથે સામાજિક-પર્યાવરણીય જવાબદારીઓ અને સમુદાયોના કલ્યાણની ભાવના પ્રોત્સાહિત થશે. આ બંનેના સમન્વય વગરનો ઐદ્યોગિક વિકાસ ઇચ્છનીય નથી.
રિસાઇકલિંગ દ્વારા સંશાધનોનો સમુચિત ઉપયોગ પ્રોત્સાહિત થાય છે
સ્વચ્છ ભારત અભિયાન પ્રવાસનના વિકાસની દૃષ્ટિએ પણ ખૂબ જ અગત્યનું છે એવી લાગણી વ્યક્ત કરતાં સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે સ્વચ્છતાની પહેલી શરત શિસ્ત છે. સ્વચ્છતાની શિસ્ત પાળવાથી આરોગ્ય સુધરે છે, રિસાઇકલિંગ દ્વારા સંશાધનોનો સમુચિત ઉપયોગ પ્રોત્સાહિત થાય છે અને બાળકોમાં સંરક્ષણની જાગૃતિ કેળવાય છે. શહેરનો વ્યાપ વધવો એ વિકાસ નથી એવી લાગણી વ્યક્ત કરતાં તેમણે વડોદરાવાસીઓને શહેરી વિકાસની સાથે સંસ્કાર, શિક્ષણ અને સંસ્કૃતિનો મૂળ વારસો જાળવી રાખવા માટે અભિનંદન આપ્યા હતા.
એવોર્ડ મેયર ભરત ડાંગર અને મ્યુનિસિપલ કમિશ્નર ડૉ.વિનોદ રાવે સ્વીકાર્યો
અત્રે ઉલ્લેખનીય છે કે આ ૧૪મા શ્રેષ્ઠતા પુરસ્કારો માટે સિદ્ધિઓ અને નિર્ણાયક યોગદાનના આધારે ઉદ્યોગો, વ્યક્તિઓ અને એનજીઓની પસંદગી કરવામાં આવી હતી. પુરસ્કાર મેળવનારી સંસ્થાઓમાં ઉર્જા સંરક્ષણના ઉત્કૃષ્ઠ કાર્ય પ્રદાન માટે વડોદરા મહાનગર પાલિકાનો સમાવેશ થયો હતો. જે માટેનો એવોર્ડ મેયર ભરત ડાંગર અને મ્યુનિસિપલ કમિશ્નર ડૉ.વિનોદ રાવે સ્વીકાર્યો હતો. એફજીઆઇ અધ્યક્ષ અમિત પટેલે સહુને આવકારવાની સાથે રાજ્ય સરકારના ઉર્જા વિભાગના સહયોગથી ઓક્ટોબરમાં યોજાનારા વીજ ઉપકરણો અને સામગ્રી વિષયક ગ્લોબલ એક્સપો સ્વિચમાં જોડાવા સહુને આમંત્રિત કર્યા હતા.
વડોદરાના મહારાણીએ ઉતારી RSSના વડા મોહન ભાગવતની આરતી, વધુ તસવીરો નિહાળવા ફોટો બદલો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો