તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંખેડાનાં ડ્રાઈવરને કેવડીયાના RFOએ થાપાના ભાગે ડંડાથી ઢોર માર માર્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંખેડા:ફતેપુરા તા. તિલકવાડાથી લાકડા ભરીને આવતી જીપને ઉભી રાખીને તેના ડ્રાઈવરને જંગલખાતાના આરએફઓએ ઝડપીને ડ્રાઈવરને કેવડીયા લઈ જઈને થાપાના ભાગે ડંડાથી ઢોર માર મારતા ઈજાગ્રસ્ત બનેલો ડ્રાઈવર સંખેડા ખાતે રેફરલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવ્યો.સંખેડા ગામનો રહિશ પઠાણ સુલતાન ફતેપુરા તાલુકાના તિલકવાડાથી લાકડા ભરેલી જીપને લઈને આવતો હતો. તે વખતે વોરા પુલ પાસે જંગલખાતાના કર્મચારીએ જીપને અટકાવીને પૂછપરછ કરીને તેને કેવડીયા ખાતે લઈ ગયા હતા.
થાપાના ભાગે થયેલી ઈજાના કારણે ચાલવાની પણ તકલીફ પડતી હતી
ત્યાં તેને થાપાના ભાગે લાકડીના ડંડા મારીને ઢોર માર માર્યો હતો. તેમજ તેને વાંસાના ભાગે મૂઢમાર માર્યો હતો. આરએફઓ દ્વારા આ રીતે માર મારવામાં આવતા ડ્રાઈવરને ગંભીર ઈજાઓ થઈ હતી. બપોરે તેને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યો હતો. તે બાદ તે સંખેડા તેમના મિત્ર સાથે સંખેડા આવ્યા હતા. થાપાના ભાગે સતત દુ:ખાવો ચાલુ રહેતા રાત્રે સંખેડા ખાતે તેને રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયો હતો. થાપાના ભાગે થયેલી ઈજાના કારણે ચાલવાની પણ તકલીફ પડતી હતી.રાત્રે સંખેડા ખાતે રેફરલ હોસ્પિટલમાં ડૉ. રાજીવનયને તેની સારવાર કરી હતી. આ બાબતે સારવાર કરનાર ડૉ. રાજીવનયને જણાવ્યું હતું કે થાપાના ભાગે લાકડીનો માર માર્યો હોવાનું જણાયું છે. જેથી આ બાબતે સંખેડા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલી છે.
લાકડાની ચોરી કબુલાવા માટે મને લાકડીના ડંડા માર્યા હતા
લાકડા ભરેલી જીપ લઈને આવતો હતો. તે વખતે વોરા બ્રિજ પાસે જંગલખાતાના કર્મચારીએ મને પકડીને કેવડીયા ખાતે જંગલખાતાની ઓફિસે લઈ ગયા હતા.એમ કબુલાવા માટે મને લાકડીના ડંડા ખૂબ જ માર્યા હતા.- પઠાણ સુલતાનભાઈ ઝરીફર્યા, ડ્રાઈવર
આગળની સ્લાઇડમાં વાંચો,માણસ ખેરના લાકડાની ચોરી કરતો પકડાયો હતો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો