તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા: રિયલ એસ્ટેટ એક્સ્પોને ભવ્ય પ્રતિસાદ, મુલાકાતી ઉમટ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા: એક જ છત્ર હેઠળ શહેરજનો પોતાની પસંદગીનું ઘર વિશેષ ડિસ્કાઉન્ટ સાથે મેળવી શકે તે માટે દિવ્ય ભાસ્કર દ્વારા આજે શનિવારથી બે દિવસ માટે રિયલ એસ્ટેટ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. ષષ્ઠ પીઠાધિશ્વર ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજના હસ્તે એક્સ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શહેરની સૂર્યા પેલેસ હોટલમાં યોજવામાં આવેલા એક્સ્પોમાં દિવસભર શહેરજનોની ભારે ભીડ રહી હતી. એક્સ્પોમાં વિવિધ બિલ્ડર ગ્રૂપ દ્વારા શહેરજનોને શહેર તથા શહેરની આજુબાજુમાં રહેલી રૂ. 9 લાખથી લઇ પાંચ કરોડ સુધીની પ્લોટ્સ, ફ્લેટ્સ, એપાર્ટમેન્ટ્સ, પેન્ટહાઉસ, ટેનામેન્ટ્સ, ડુપ્લેક્સ, બંગ્લો, વિલા, ફાર્મ, હોલિડે હોમ સહિત કોમશિયલ પ્રોપર્ટી અંગે માહિતી આપવામાં આવી હતી.
દિવ્ય ભાસ્કર દ્વારા શહેરજનોના લાભાર્થે તા.13-14 ઓગસ્ટના રોજ બે દિવસીય રિયલ એસ્ટેટ એક્સ્પોનું આયોજન કરાયું છે. પ્રથમ દિવસે યુવા સાંસ્કૃતિક રમતગમત અને યાત્રાધામ વિકાસ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, મેયર ભરત ડાંગર, સાંસદ તથા શહેર ભાજપ પ્રમુખ રંજનબેન ભટ્ટ, વુડા અધ્યક્ષ એન.વી.પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ, ડે.મેયર યોગેશ પટેલ (મુક્તિ), સ્થાયીનાં અધ્યક્ષ ડો.જિગીષાબેન શેઠ, સેવા સદનના વિરોધપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ (ભથ્થુ), કાઉન્સિલર ચિરાગ ઝવેરી, કાઉન્સિલર વિજય પવાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રવિવારે સવારે 10 થી સાંજના 8.30 વાગ્યા સુધી એક્સ્પો ખુલ્લો રહેશે.
આ અંગે વધુ વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો