લાંચ કેસમાં આર.સી.શાહ અને ચિરાગ પટેલ જેલભેગા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: બિલ્ડરને કમ્પલીશન સર્ટિફીકેટ આપવા માટે 4 લાખની લાંચ લેતા ઝડપાયેલા વુડાના આસિ.ઇજનેર આર.સી.શાહ અને આર્કિટેકટ ચિરાગ પટેલના વધુ 2 દિવસના રિમાન્ડ પુરા થતાં અદાલતે બંનેને બુધવારે અદાલતમાં રજુ કર્યા હતા. અદાલતે બંનેને જેલમાં મોકલવાનો આદેશ કર્યો હતો. બીજી તરફ એસીબીએ બંનેના રોકાણો અને મિલકતોની તપાસ પણ યથાવત રાખી છે.વુડામાં ચાલતી લાંચની ચેઇનમાં સંડોવાયેલા અધિકારીઓ સામે પુરાવા મેળવવા પણ પ્રયાસો તેજ કરાયા છે.
 
2 દિવસના રિમાન્ડ પૂરા થતાં બંનેને કોર્ટમાં રજુ કરાયા

એસીબીએ 24 જુલાઇએ  રિમાન્ડ પૂર્ણ થતાં એસીબીએ આર.સી.શાહ અને ચિરાગ પટેલના વધુ 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.2 દિવસની તલસસ્પર્શી પુછપરછ કરી એસીબીએ ઘણી માહિતી મેળવી હતી. બુધવારે તેમને અદાલતમાં રજુ કરતાં અદાલતે બંનેને જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો. દરમિયાન, સૂત્રોએ જણાવ્યુ હતું કે  બીલ ગામના જે બાંધકામ પ્રોજેકટ માટે લાંચ મંગાઇ હતી તે બાંધકામ પ્રોજેકટની 568 પેજની આખી ફાઇલ એસીબીએ આર.સી.શાહની ઓફિસમાંથી કબજે કરી આ આખી ફાઇલ કઇ રીતે કાર્યવાહી કરી રોકી રખાઇ હતી તેની ઉંડી તપાસ શરુ કરી હતી.
 
લાંચની ચેઇન અંગે સઘન તપાસ

આ તપાસમાં આર.સી.શાહે ઘટસ્ફોટ કર્યો હતો કે વુડામાં લાંચની ચેઇન ચાલે છે અને તેમાં વુડાના અધિકારીઓ એ.સી.વ્યાસ, એ.કૃષ્ણારાવ અને એન.કે.મીણા પણ સંડોવાયેલા હોવાનું જણાવ્યું હતું, જેથી એસીબીએ આ અધિકારીઓની સંડોવણીને લગતાં પુરાવા એકત્ર કરવાનું પણ શરુ કર્યું છે. બંનેના મિલકતો અને રોકાણોની પણ તપાસ કરાઇ રહી છે.
અન્ય સમાચારો પણ છે...