• Gujarati News
  • National
  • Prime Minister's Security Insurances Gift To 5000 Women By Corporater Shailesh Mehta

વડોદરા: રક્ષાબંધને 5,000 મહિલાઓને પ્રધાનમંત્રી સુરક્ષા વીમાની ભેટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીર:કોર્પોરેટર શૈલેષ મહેતા)
- કોર્પોરેટર શૈલેષ મહેતા-સોટ્ટા પ્રીમિયમ ભરશે
-જનપ્રતિનિધિઓનો આ અભિગમ પ્રેરણારૂપ બનશે

વડોદરા:રાજ્યમાં તા.1 ઓગસ્ટથી મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી થવાની છે. આ પહેલાં વડોદરા શહેરના ભાજપના કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર શૈલેષ મહેતા(સોટ્ટા)એ તેમના વોર્ડ-મત વિસ્તારની 5,000 મહિલાઓનું વીમા સુરક્ષા યોજનાનું પ્રિમિયમ ભરવાનું જાહેર કર્યું છે. આ જાહેરાત દ્વારા તેમણે મહિલાઓને રક્ષાબંધન પ્રસંગે વીમા સુરક્ષા કવચની ભેટ આપવાનો સંકલ્પ કર્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બેંકમાં એકાઉન્ટ ધરાવતા દરેક વ્યક્તિ માટે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાની જાહેરાત કરાઇ છે. આ વીમા યોજનામાં વાર્ષિક રૂ.12 પ્રિમિયમ ભરવાથી રૂ.2 લાખનો દુર્ઘટના વીમો મળે છે. આ વીમો નોંધાવ્યા બાદ કોઇપણ દુર્ઘટના કે અકસ્માતમાં આકસ્મિક મૃત્યુ થાય તો મૃત્યુ પામનારી વ્યક્તિને રૂ.2 લાખ મળે છે.
આ વીમામાં અકસ્માતમાં કાયમી અંપગતા-વિકલાંગતા આવી જાય તો પણ તેણે સહાય મળે છે.પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના લાભકારક હોઇ કોર્પોરેટર શૈલેષ મહેતા(સોટ્ટા)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલથી પ્રેરાઇને રક્ષાબંધનના પાવન પ‌ર્વ નિમિત્તે મહિલાઓને આ વીમા યોજનાની ભેટ આપવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત કોર્પોરેટર મહેતાએ નવા ચૂંટણી વોર્ડ નં.15 ની 5,000 બહેનો માટે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ રૂ.2 લાખના અકસ્માત વીમાની ભેટ રક્ષાબંધને ભાઇ તરફથી બહેનને વીરપસલી સ્વરૂપે અપાશે.
મત વિસ્તારની મહિલાઓને વીમા સુરક્ષા યોજનાનું કવચ આપવાનું અગાઉ નાણાંમંત્રી અને વડોદરા શહેરના ધારાસભ્ય સૌરભ પટેલે તેમજ જિલ્લામાં કરજણના ધારાસભ્ય સતિષ પટેલ (નિશાળીયા)એ જાહેર કર્યું હતું. હવે શહેરમાં સેવાસદનના પ્રજાના પ્રતિનિધિ તરીકે શૈલેષ મહેતા મહિલાઓ માટે અકસ્માત વીમો લેવાનો સંકલ્પ કરનાર પહેલા કોર્પોરેટર તરીકેનું ગૌરવ મેળવ્યું છે.

નાત-જાતના ભેદભાવ વિના વીમો લેવાશે
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત મારા વોર્ડની 5000 મહિલાઓને આ વીમા યોજના હેઠળ આવરી લેવાશે. નાત-જાતના ભેદભાવ વગર વોર્ડની મહિલાઓને આ વીમા યોજનાનો લાભ મળે તેવું આયોજન ગોઠવ્યું છે. બેંકમાં ખાતું ખોલવા અને વીમા યોજનાનું ફોર્મ ભરવા માટે સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડની બાજુમાં આવેલા જલા શક્તિ કોમ્પલેક્સ, પહેલા માળે-વાઘોડિયા રોડ ખાતે સંપર્ક કરવો.- શૈલેષ મહેતા, કોર્પોરેટર-પૂર્વ ડેપ્યુટી મેયર
મુખ્યમંત્રીની પ્રેરણાથી સંકલ્પ કર્યો
મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ શનિવારે શહેરની મુલાકાતે આવ્યા હતા. સયાજીનગર ગૃહ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કોર્પોરેટર શૈલેષ મહેતાને મહિલાઓ માટે પ્રધાનમંત્રી સુરક્ષા વીમો લઇ સુરક્ષા કવચની ભેટ આપવા જણાવ્યું હતું. મુખ્યમંત્રીની પ્રેરણાથી કોર્પોરેટર મહેતાએ મહિલાઓને રક્ષાબંધન પર્વ પ્રસંગે સુરક્ષા વીમા યોજનાની ભેટ આપવાનો સંકલ્પ કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...