તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Porbandar Howrah Train Checking The Wake Of The Threat By Unknown Parson At Vadodara

વડોદરા: 'મેં ટેરરિસ્ટ બોલ રહા હું, પોરબંદર-હાવરા ટ્રેન કો ઉડાને વાલા હું'

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા:રેલવે પોલીસને પોરબંદર-હાવરા ટ્રેનને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળતાં વડોદરા રેલવે સ્ટેશન ખાતે મંગળવારે મોડી રાત્રે પોલીસ બંદોબસ્ત સઘન બનાવી દેવાયો હતો. રેલવે પોલીસને આતંકવાદી દ્વારા ટ્રેનને બોંબથી ઉડાવી દેવાની ધમકીના પગલે મુસાફરોનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
બચા શકે તો બચા લો... મેં ટેરરિસ્ટ બોલ રહા હું. ટ્રેન કો ઉડાને વાલા હું.
જેમાં બચા શકે તો બચા લો... મેં ટેરરિસ્ટ બોલ રહા હું. ટ્રેન કો ઉડાને વાલા હું..તેમ જણાવી પોલીસને પડકાર ફેંક્યો હતો. જેના પગલે રેલવે પોલીસ સતર્ક થઇ ગઇ હતી. રેલવે પોલીસે સમગ્ર રેલવે સ્ટેશનને કોર્ડન કરી લીધું હતું. મંગળવારે રાત્રે 10.30 વાગે રેલવે સ્ટેશને આવી પહોંચેલી સૌરાષ્ટ્ર-જનતા ટ્રેનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જોકે કંઈ શંકાસ્પદ ન જણાતા પોલીસે રાહતનો દમ લીધો હતો.
સીસીટીવી થકી સ્ટેશન ઉપર પોલીસની બાજ નજર
હાલમાં રેલવે પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા રાખમાં આવી છે. સાથોસાથ પોલીસ દ્વારા સીસીટીવી મારફત સમગ્ર રેલવે સ્ટેશન ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. શંકાસ્પદ હિલચાલ જણાતા તરતજ મુસાફરોની પણ ઝડતી લેવામાં આવી રહી છે.
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરતા રહો...