તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત લઠ્ઠાકાંડની અસર વડોદરામાં: દારૂના અડ્ડા બંધ કરાવવા પોલીસના ધમપછાડા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

વડોદરા: સુરતમાં લઠ્ઠાકાંડના પગલે વડોદરા શહેર જિલ્લા પોલીસ પણ એકશનમાં આવી ગઇ છે. પોલીસની જ રહેમ નજર હેઠળ ધમધમતા દેશીદારૂના અડ્ડા બંધ કરાવવા માટે ધમપછાડા શરૂ થયા છે. ભાયલીમાં દેશીદારૂની રજૂઆતોના પગલે એલસીબીની ટીમે એક જ દિવસમાં દારૂના 10 કેસ કરતા ડીએસપીએ બીટ જમાદાર સામે તપાસનો આદેશ કર્યો છે.

વડોદરા શહેરમાં તેમજ જિલ્લાના સિકંદરપુરા, વાઘોડિયા, સાવલી, કલ્યાણપુરા, પાદરા સહિતના વિવિધ વિસ્તારોમાં દેશીદારૂની હાટડીઓ ધમધમી રહી છે. સુરતમાં લઠ્ઠાકાંડના પગલે દારૂના અા અડ્ડા બંધ કરાવવા માટે પોલીસે દોડધામ શરૂ કરી છે. બૂટલેગરોને છૂપીરીતે ધંધો કરવાની તાકીદ કરી દેવાઇ છે. જોકે, કેટલીક જગ્યાએ તો આજે પણ વિના રોક ટોક ધંધા ચાલી રહ્યા છે.

ડીએસપી સૌરભ તોલંબિયાએ જણાવ્યું હતું કે, ભાયલીમાં ફરિયાદ મળતાં એલસીબીને સૂચના આપી એક જ દિવસમાં 10 કેસ નોંધાયા હતાં. બીજી તરફ પોલીસ કમિશ્નર ઇ. રાધાકૃષ્ણે કહ્યું કે, શહેરમાં પ્રોહિબીશનની પ્રવૃતિ સામે સતત ચેકિંગ કરવામાં આવે જ છે તેમજ બૂટલેગરો સામે ગુના નોંધવામાં આવે છે.

પાણેજ લઠ્ઠાકાંડમાં 3 મોત, 22 ને અસર થઇ હતી

સંખેડા તાલુકાના પાણેજ ગામે 2012માં લઠ્ઠાકાંડ સર્જાયો હતો. દારૂ પીનારા ૨૨ લોકો અસરગ્રસ્ત થયા હતા જયારે 3 વ્યક્તિ મોતને ભેટયાં હતાં. ૧૧ અસરગ્રસ્તોને તો સયાજી હોસ્પિટલમાં ખસેડતા વેન્ટીલેટર પર રખાયા હતાં જ્યારે 4 જણને તો ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતાં. અસરગ્રસ્તોના લોહીના નમૂનાની ચકાસણી કરાવતા લોહીમાં પેસ્ટીસાઇડ ઓર્ગેન ફોસ્ફરસ તેમજ મિથાઇલ આલ્કોહોલનું પ્રમાણ મળ્યું હતું.

જંતુનાશક દવા અને થોરના દૂધનો ઉપયોગ

દેશીદારૂને કડક બનાવવા માટે બૂટલેગરો દેશીદારૂમાં જંતુનાશક દવાની લાકડી થોરિયાનું દૂધ, પંકચર કરવાની ટ્યૂબ, એસિડ સહિતની ચીજવસ્તુ નાખે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો