બોડેલીમાં ડભોઈ રોડ પર વરસાદી પાણી ભરાતાં રાહદારીઓને મુશ્કેલી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોડેલી: બોડેલીના અલીપુરા વિસ્તારમાં ગોપાલ ટોકીઝ જવાના માર્ગ પર વરસાદી પાણી ભરાયેલા રહેતા વાહન ચાલકો અને રાહદારીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. મુખ્ય રોડની બાજુની વરસાદી કાસ ઉંચી બનાવતા ગોપાલ ટોકીઝનો માર્ગ નીચો રહી જતા પાણી નિકાલનો પ્રશ્ન ઉભો થયો છે. ત્યાં અનેક સોસાયટીઓ આવેલી છે. ઉપરાંત સ્કૂલ ,બેન્ક અને સુખી નર્મદાની કચેરીઓ પણ આવેલી છે. હવે  પાણી નિકાલ માટે તંત્ર કામગીરી હાથ ધરે તેવી માંગ ઉઠી છે..