પાવી જેતપુર પંચાયતે શિક્ષણથી વંચિત રહેતા 25 બાળકોને દત્તક લીધા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાવી જેતપુર: પાવી જેતપુર પંચાયત દ્વારા શિક્ષણથી વંચીત રહી જતાં 25 જેટલા ગરીબ બાળકોને દત્તક લઈ તેઓને ભણવાની સંપૂર્ણ જવાબદારી ઉઠાવી છે.પાવી જેતપુર ગ્રામ
પંચાયતના સરપંચ અંકીત શાહના જણાવ્યાં અનુસાર ગામમાં રોડ, રસ્તા, ગટરો, લાઇટ, પાણી આપી દેવાથી સપૂર્ણ વિકાસ થતો નથી. પરંતુ શિક્ષણનું સ્ટાર પણ સાથે સાથે ઊંચું જાય તો જ સર્વાંગી વિકાસ સાધી શકાશે. પાવી જેતપુર ગામના ગરીબ વિસ્તારના રહીશો મજૂરી કામમાંથી જ પરવારતા નથી. મહિલાઓ પાણીયારીનું કામ કરતી હોય છે જ્યારે પુરુષો મજૂરી કામ કરતાં હોય છે. બંને પતિ પત્ની પેટનો ખાડો પુરવાની પેરવીમાં સવારથી સાંજ સુધી જોતરાયેલા રહે છે ત્યારે બાળકો શું કરે છે ω તેની જ તેઓને ખબર હોતી નથી દારૂણ ગરીબીના કારણે બાળકો શિક્ષણથી વંચીત રહે છે.

શિક્ષણથી વંચિત રહેતા પાઠ્ય પુસ્તકોની જવાબદારી સોંપાઇ

પાવી જેતપુર પંચાયતે નવીન પ્રયોગ કરીને દરેક વોર્ડ વાઇઝ શિક્ષણથી વંચીત રહેતા બાળકોની યાદી બનાવી તેઓને દત્તક લઈ પાઠ્ય પુસ્તકો, નોટો આપી સંપૂર્ણ જવાબદારી વોર્ડના સભ્યોને સોપવામાં આવી છે. ત્રણ દીવસ સુધી જે બાળકો ગેર હાજર રહે તેની યાદી જેતપુર શાળાના મુખી શિક્ષક પંચાયતને આપશે અને પંચાયતના સભ્યો વિધ્યાર્થીઓના ઘેર ઘેર જઈને બાળકોને શાળાએ પહોચાડશે 25 જેટલા બાળકોને હાલ દત્તક લેવામાં આવ્યા છે.
અન્ય સમાચારો પણ છે...