તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાદરા: કેમીકલ કંપનીમાં ટેન્ક ફાટતાં ઢાંકણું 300 ફુટ ઉંચે ઉડ્યું, ગ્રામજનોમાં ભય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરા: પાદરા તાલુકાના ઉમરાયા ગામની સીમ વીસ્તારમાં અને લુણા ગામની રેવન્યુ વીસ્તારમાં આવેલ ચામીલી ઓર્ગેનીક પ્રા.લી.માં કેમીકલ પ્લાન્ટની ટેંક હાઇ સીહુડી કેમીકલ વાયુ પાણીનું પ્રેસર થતા ટેંક ફાટી તેનું ઢાંકણું 300 ફુટ જેટલી ઉંચાઇથી 100 ફુટ જેટલુ દુર ધડાકા ભેર ખેતરમાં પડતાં ગામના લોકો દોડી આવ્યા હતા.ટેંકનું ટાંકણું ફાટતા જ આખોમાં બળતરા થતા લોકોમાં ભય પ્રસરી ગયો હતો.આ અંગેની જાણ ઉમરાયા સરપંચને થતાં તેઓ ઘટના સ્થળે પરોંચી જઇ ઉચ્ચ સત્તાધીશોને રજુઆત કરી હતી.જો કે બાજુમાં બાંધેલા ઢોરની બાજુમા ઢાંકણું પડતાં ઢોરનો બચાવ થયો હતો.ખેતરના માલીક સહીત કોઇ જાનહાની નહી થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
કંપનીમાં આશરે 2000 હજાર જેટલા કામદારો કામ કરે છે
મળતી વીગત મુજબ પાદરા તાલુકાના ઉમરાયા ગામની સીમ વીસ્તારમાં અને લુણા ગામની રેવન્યુ વીસ્તારમાં આવેલ ચામોલી ઓર્ગેનીક પ્રા.લી. કંપનીમાં કેમીકલ પાવડર બનાવાતી કંપનીમાં આશરે 2000 હજાર જેટલા કામદારો કામ કરે છે.આજે એકાએક પલાન્ટ ની ટૈ઼ક કેમીકલ વાયુ પાણી પ્રેસર થતાં ટેંક ફાટી તેનું ઢાંકણું 300 ફુટ ઉંચાઇએ ઉડી 100 જેટલા ફુટ દુર બાજુના ખેતરમાં ધડાકાભેર ઢાંકણું પડતા તેના અવાજથી લોકો ભયભીત થઇ ગયા હતા. લોકો ખેતરમાં દોડી આવ્યા હતા.ગ્રામજનોને આંખમાં બળતરા ગેસ લાગતા દોડધામ મચી ગઇ હતી.
બે ટૈન્કો ધડાકાભેર ફાટતા બંને ટેંકના ઢાંકણા અલગ અલગ જગ્યાએ ઉડીને પડયા
ઉમરાયા ગામના ખેડુત પઢીયાર શનાભાઇ શંકરભાઇ ખેતરમાં ભેંસો અને બળદ બાંધેલા તેની બાજુમાં ચામોલી ઓર્ગેનીક પ્રા.લી. કંપનીમાં એક સાથે બે ટૈન્કો ધડાકાભેર ફાટતા બંને ટેંકના ઢાંકણા અલગ અલગ જગ્યાએ ઉડીને પડયા હતા.જેની સાથે જ ઝેરી ગેસ લીકેજ થતાં આજુ બાજુ વાતાવરણ ઝેરી પ્રદુષણ થઇ ગયેલ જે એક મોટો અકસ્માત થયો હોવાનું જણાય છે. પરંતુ કોઇ જાનહાની થયેલ નથી. આટલો મોટો ધડાકો થવા છતાં કંપનીના કોઇ અધીકારી જવાબદાર સ્થળ પર આવેલ નથી. એટલું જ નહી પરંતુ આ સાથે બે વખત આ બનાવ બનેલ છે.પરંતુ કોઇ પણ જાતની કંપની તરફથી કાર્યવાહી થયેલ નથી.
આગળની સ્લાઇડમાં વાંચો,લોકોને આંખમાં બળતરા થતા તપાસ કરાઈ...
અન્ય સમાચારો પણ છે...