તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા: રખડતી ગાયોના મુદ્દે વિપક્ષે શાસકોને શિંગડે ભેરવ્યા, સભા તોફાની બની

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા: શહેરમાં રસ્તા પર રખડતી ગાયોના ત્રાસને કારણે વિતેલા સપ્તાહમાં બે વ્યક્તિનાં મોત થયાં હતાં. આ ઘટનાને મુદ્દે વિપક્ષ કોંગ્રેસ તેમજ આર.એસ.પી.ના કોર્પોરેટર્સે અસરકારક કામગીરી કરવાની માગણી સાથે સોમવારે મળેલી વડોદરા મહાનગર પાલિકાની સામાન્ય સભા ગજવી હતી.
વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે શહેરમાં રખડતી ગાયોના ત્રાસથી શહેરી જનો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાનું ટાંકી હતી. વિપક્ષી નેતાએ કહ્યું હતું કે, શહેરમાં જ્યાં જુઓ ત્યાં રખડતી ગાયો નજરે પડે છે. ગાજરાવાડીમાં ગાયોનાં ટોળાંથી એટલી હદે ગંદકી ફેલાય છે કે, રોડ દેખાતો નથી. રોડ પર ગંદકી અને છાણ જ નજરે પડે છે. મારકણી ગાયોને કારણે વાહનચાલકો-રાહદારીઓ ઇજાગ્રસ્ત થઇ રહ્યા છે. તેમણે પૂછ્યું હતું કે, મહાનગર પાલિકા તંત્ર મૂંગાં પ્રાણીઓ માટે શું કરવા માંગે છે તેનું આયોજન કરી આ દિશામાં નક્કર કાર્યવાહી કરવાની માગણી કરી હતી.
ચિરાગ ઝવેરીએ શહેરમાં રખડતી ગાયોના ત્રાસના મુદ્દે મુખ્યમંત્રી દ્વારા મ્યુ.કમિશનર સાથે વાત કરવાની અપાયેલી ખાતરી તંત્ર માટે શરમજનક લેખાવી હતી. કોર્પોરેટર રાજેશ આયરે, પૂર્ણિમા આયરે, હેમલતાબહેન ગોર અને વિરેન રામીએ ચાલુ સભામાં વડોદરાને ઢોર મુક્ત કરો, વડોદરાને રોગ મુક્ત કરોનાં પ્લેકાર્ડ પ્રદર્શિત કરી વિરોધ દર્શાવ્યો હતો. રાજેશ આયરેએ જણાવ્યું હતું કે, ગૌચરની જમીનો ખાનારા લોકો સામે પાસાનું શસ્ત્ર ઉગામવું જોઇએ.
આ અંગે વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો