સાવલી: MSUના 4 વિદ્યાર્થીઓ મહીમાં ન્હાવા પડ્યા, એક યુવકનું ડૂબી જતાં મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવલી: સાવલી તાલુકાના લાછનપુરા ગામેથી પસાર થતી મહી નદીમાં વડોદરા એમ.એસ. યુનિ.ના ચાર વિદ્યાર્થી ન્હાવા આવ્યા હતા. નદીના વહેણમાં એક વિદ્યાર્થીનું ડૂબતા મોત નિપજ્યું છે. અન્ય 3નો બચાવ થયો છે. વડોદરા એમ.એસ. યુનિ.ના એમ.કોમ. ફાઈનલમાં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓ -મનોજ કુમાર તિવારી રહે. બી/201 કુબેર લાઈફ સ્ટાઈલ તરસાલી, સિદ્ધાર્થ સોની રહે. જાગનાથ મહાદેવ, ચાપાનેર ગેટ બાજવાડા, અનુરાગ ત્રિપાઠી રહે. 209, ગોકુલ નગર ગૌત્રી અને હાર્દિક ગુર્જર રહે. 35, સૈનીકપુરી સોસાયટી, યુનિ.માં ભેગા થઈને લાઇબ્રેરીમાં ગયા હતા.
જ્યાંથી અચાનક સાવલીના લાછનપુરાની મહી નદીમાં ન્હાવા જવાનો પ્રોગ્રામ બનાવતાં ચારે જણ બાઇક પર 12 વાગ્યાની આસપાસ મહીનદી ગયા હતા. જ્યાં ચારેય ન્હાતા હતા. જેમાં હાર્દિક એક પથ્થરને પકડીને ન્હાતો હતો. તેવામાં તે પથ્થર ઉખડી જતા હાર્દીક નદીના ધસમસતા વ્હેણમાં તણાવા લાગ્યો. ત્યારે અન્ય ત્રણે પણ તેને બચાવવા જતાં ડૂબવા લાગ્યા હતા.
પરંતુ નદીના ઉચા ભાગમાં આવી જતાં ત્રણે એકબીજાના સથવારે બચી ગયા હતા. જ્યારે હાર્દિક વ્હેણમાં ગાયબ થઈ ગયો હતો. તે નહીં મળતાં આખરે લાછનપુરાના લોકોએ પોલીસને જાણ કરી હતી. બે ત્રણ કલાકની જહેમત બાદ સાંજે છ વાગ્યાની આસપાસ હાર્દીકનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ હાર્દિકના માતા-પિતાને કરતા તેઓ પણ સાવલી પોલીસ મથકે દોડી આવ્યા હતા. સાવલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અન્ય સમાચારો પણ છે...