• Gujarati News
  • One And A Half Hours 3 Civilians Lost Rs2 Lakh Gold In Vadodara Latest News

વડોદરા:દોઢ કલાકમાં 3 નાગરિકોએ રૂ.2.26 લાખના સોનાના દાગીના ગુમાવ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા:ન્યૂ સમા રોડ ત્રિમૂર્તિ સોસાયટીમાં રહેતા 63 વર્ષીય પ્રહ્લલાદભાઇ ડાહ્યાભાઇ પરમાર ફર્ટિલાઇઝરના નિવૃત્ત કર્મચારી છે. મંગળવારે બપોરે 12.40 વાગે તેઓ દુકાનમાંથી છાસ લઇને પરત ઘરે જતાં પાછળથી આવેલા લૂંટારુએ ગળામાં હાથ નાખી સોનાની ચેઇન તોડી ફરાર થઇ ગયો હતો.
Paragraph Filter
-13 કલાકમાં 3 અછોડા તોડ્યા બાદ લૂંટારુઓની હિંમત વધી
-રૂ.30,000ની ચેઇનની લૂંટની ફરિયાદ નોંધાઈ
-રૂ.1.16 લાખના સોનાના દાગીના
મહિલાઓના અછોડા તોડતી ગેંગની હિંમત વધી હોય તેમ પુરુષની પણ સોનાની ચેઇન તોડતાં પોલીસે નાકાબંધી કરાવી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. રૂ.30,000ની ચેઇનની લૂંટની ફરિયાદ નોંધાતાં પીએસઆઇ પટેલિયાએ તપાસ હાથ ધરી છે.

કોઈ મિત્રે ટપલી મારી હશે તેમ મને લાગ્યું હતું

હું છાસ લઇને જતો હતો ત્યારે પાછળથી અચાનક હાથ નાખતાં કોઇ મિત્રે ટપલી મારી હશે તેમ લાગ્યું હતું. પાછું વળીને જોયું તો ચેઇન તોડી ભાગેલો ઇસમ બાઇક પર ભાગી ગયો હતો. (પ્રહ્લાદભાઇ પરમાર સાથે વાતચીત આધારે)
આગળની સ્લાઈડ્સમાં વાંચો,સોનીના મર્ડરનું બહાનું બતાવી વૃદ્ધાના દાગીના ઉતરાવી લીધા,મેં બુટ્ટી કાઢી આપી નહિ એટલે તે બચી ગઇ...