તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરાઃ હવે 3 સપ્ટેમ્બરે MSUમાં વિદ્યાર્થી સંઘોની ચૂંટણી યોજાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરાઃ વિદ્યાર્થી સંઘોની ચૂંટણી યોજવાની સતત માંગ વચ્ચે આજે એમ.એસ.યુનિવર્સિટીમાં મળેલી સ્પેશિયલ સિન્ડિકેટની બેઠકમાં 3 સપ્ટેમ્બરના રોજ વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવાનો નિર્ણય કરાયો છે. જેના માટેનું ચૂંટણીનું જાહેરનામું 10મી ઓગસ્ટ બાદ પ્રસિદ્ધ કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ યુનિ.ની સિન્ડિકેટે 31મી ઓગસ્ટના રોજ વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવાનો નિર્ણય કર્યો હતો.
સ્પેશિયલ સિન્ડિકેટની બેઠકમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે લેવાયેલો નિર્ણય

યુનિ.ની હેડ ઓફિસ ખાતે આજે મળેલી સ્પેશિયલ સિન્ડિકેટની બેઠકમાં યુનિ.માં ટીચર્સની ખાલી બેઠકો ભરવા અંગેની દરખાસ્તને પાસ કરાઇ હતી. આ દરખાસ્તની સાથે જ રાજ્ય સરકાર, યુજીસી ગ્રાન્ટ અને રૂસા તરફથી મળેલી કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી તેમજ તેના યોગ્ય ઉપયોગ કરવા બદલ ચર્ચા કરીને નિર્ણય કરાયો હતો. સિન્ડિકેટની બેઠકમાં સિક્યુરિટી એન્ડ વિજિલન્સ સર્વિસીસનો કોન્ટ્રાકટ વધુ 6 મહિના સુધી વધારવાનો નિર્ણય કરાયો હતો. સ્પેશિયલ સિન્ડિકેટમાં ખાસ કરીને વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવા માટે અગાઉ 31મી ઓગસ્ટની કરાયેલી તારીખને બદલવા માટે ચર્ચા હાથ ધરાઇને 3 સપ્ટેમ્બરના રોજ વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવાનો નિર્ણય લેવાયો હતો.
અગાઉ 31 ઓગસ્ટે ચૂંટણી યોજવાનો નિર્ણય કર્યા બાદ સિન્ડિકેટ દ્વારા તારીખમાં ફેરફાર

31મી ઓગસ્ટથી તારીખ 3 સપ્ટેમ્બરે લઇ જવા પાછળ અમુક સિન્ડિકેટ સભ્યોએ ઓગસ્ટ માસમાં સતત રજાઓ આવતી હોવાનું તેમજ ખુદ વીસી પણ નેક કમિટીમાં વ્યસ્ત હોઇ તારીખો પાછળ ઠેલવી જોઇએ તેવો મત વ્યક્ત કર્યો હતો. જોકે સભ્યોએ આગામી વર્ષે તો 31મી ઓગસ્ટના રોજે જ વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાશે જ તેવો દાવો કર્યો હતો. વિદ્યાર્થી સંઘની ચૂંટણીની સાથે જ 8મી જાન્યુઆરીના રોજ રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની ચૂંટણી યોજાશે તે સંદર્ભની સભ્યોને માહિતી અપાઇ હતી. આ ઉપરાંત હાયર પેમેન્ટ અંગે રચાયેલ એડવાઇઝરી બોર્ડ તથા હાયર પેમેન્ટ અંગે રાજ્ય સરકારે આપેલા રિવાઇઝ્ડ ગાઇડ લાઇનની દરખાસ્તને પાસ કરીને વર્ષ 2016-17થી લાગુ કરવાનો નિર્ણય કરાયો હતો.
લાભ અપાવવા તારીખ પાછી ઠેલી
એબીવીપી-વીવીએસના માનીતા મતદારોને લાભ અપાવવા જ વિદ્યાર્થી સંઘની ચૂંટણી 3 સપ્ટેમ્બરના રોજ કરવાનો નિર્ણય કરાયો છે. અગાઉની સિન્ડિકેટમાં 31મી ઓગસ્ટ નક્કી કરતાં પહેલાં રજાઓ આવે છે. તે ખબર નહોતી? આ તો વિદ્યાર્થીઓને મૂર્ખ બનાવા માટે સિન્ડિકેટના સભ્યોએ કારસો રચ્યો છે. - હિતેશ દેસાઇ, પ્રમુખ, એનએસયુઆઇ.

સેનેટના મતદાર નોંધણી ફોર્મમાં MSUનો લોગો વાપરવાનો વિરોધ
8મી જાન્યુઆરીના રોજ યોજાનાર સેનેટની ચૂંટણી માટે અત્યારથી ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા તેમજ મતદારોની યાદીને અપડેટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં લો ફેકલ્ટીમાંથી સેનેટ સભ્ય બનેલા કમલ પંડયાએ તૈયાર કરેલા ફોર્મમાં યુનિ.નો લોગો વાપરીને ફોર્મનું વકીલ મંડળ મંડળના વકીલો પાસેથી ડોક્યુમેન્ટ તથા ડિગ્રીની વિગતો મંગાવાની શરૂઆત કરી હતી. જેની સામે ક્રિકેટ હિત રક્ષક સમિતિના સભ્ય અને એડવોકેટ પરેશ પટેલે સખ્ત વાંધો ઉઠાવીને યુનિવર્સિટીનો લોગો ગેરકાયદેસર રીતે વાપરીને પ્રચાર શરૂ કર્યો હોઇ તેમની સામે કડક કાનૂની પગલાં લેવાની માંગ ઉઠાવી હતી. આ મુદ્દે એડવોકેટ પરેશ પટેલે વીસીને લેખિત રજૂઆત કરી હતી. આ અંગે મંતવ્ય જાણવા કમલ પંડયાનો સંપર્ક થઇ શક્યો નહોતો.

કેવિયટ દાખલ કરવા કવાયત
3 સપ્ટેમ્બરના રોજ યોજાનાર વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં અડચણ ન આવે તે માટે યુનિ.ના સત્તાધીશો કાનૂની અભિપ્રાય લઇને કેવીયટ દાખલ કરશે. જેથી હાઇકોર્ટમાંથી આ સંદર્ભે કોઇ સ્ટે લઇ ન શકે કે ચૂંટણીને પુન: રોકી ન શકે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો