તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરાના આશિર્વાદ ગણેશ: મોદી, અડવાણી અને આનંદીબેન નમાવે છે શિશ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા: શહેર હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે શહેરના જુદાજુદા પંડાલોમાં ગણેશજીના દર્શન કરશે. પરંતુ શહેરમાં એક પંડાલ એવો છે જ્યા વિજય રૂપાણી દર્શન કરવાના જવાના છે ત્યા આ પહેલા તત્કાલિન ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ, કલાકાર અરવિંદ રાઠોડ સહિતની રાજકીય, ધાર્મિક હસ્તીઓ દર્શન કરી ચૂકી છે.
મોહનભાગવત ચડાવશે સોનાની યજ્ઞોપવિત
શહેરના દાંડિયા બજારમાં શ્રીમંત એસ.વી.પી.સી. ટ્રસ્ટ દ્વારા ઉજવાતા ગણેશોત્સવમાં શ્રીમંત આશીર્વાદ ગણેશજીના દર્શનનો ગુજરાતના માજી મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવોએ દર્શન-આરતીનો લાભ લઇ ચૂક્યા છે. આજે શનિવારે સાંજે 7:30 કલાકે મુખ્યમંત્રી વિજય રૂપાણી, તેમના ધર્મપત્ની અંજલિ રૂપાણીના હસ્તે 125 ગ્રામ સોનાનો હાર શ્રીજીને અર્પણ કરાવવામાં આવશે. તા.11મીના રોજ આશીર્વાદ ગણેશજી અને દસ દિવસની મહેમાનગતિ માણવા પધારેલા શ્રીજીને સંઘના વડા ડો. મોહન ભાગવતના હસ્તે શુધ્ધ સોનાનું યજ્ઞોપવિત (જનોઇ) ધારણ કરાવવામાં આવશે. કેન્દ્રિય સુરક્ષામંત્રી મનોહર પારીકર પણ રવિવારે આ પંડાલમાં દર્શન કરવા આવવાના છે.
ગણેશજી તમામ મનોકામના પૂરી કરતા હોવાની શ્રધ્ધાળુઓમાં આસ્થા
શ્રીમંત શ્રી સિધ્ધીવિનાયક પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉજવાતા ગણેશત્સોવ સ્થળે શ્રી આશીર્વાદ ગણેશજીનું મંદિર છે. આ મંદિરમાં બારેમાસ શ્રધ્ધાળુઓ શ્રી આશિર્વાદ ગણેશજીના દર્શન કરવા માટે આવે છે. શ્રી આશીર્વાદ ગણેશજી તમામ મનોકામના પૂરી કરતા હોવાની શ્રધ્ધાળુઓમાં આસ્થા છે. આથી જ ગણેશત્સોવના દસ દિવસ દરમિયાન રાજકીય અગ્રણીઓ, સાધુ-સંતો પોતાનો સમય ફાળવીને શ્રી આશીર્વાદ શ્રીજીના દર્શન કરવા માટે આવે છે.
આગળની સ્લાઇડ્સમાં વાંચો કોણે કરી હતી સૌ પ્રથમ વખત આ આશિર્વાદ ગણેશજીની સ્થાપના? કોણ કોણ રાજકીય અને ધાર્મિક હસ્તીઓ આવી ચૂકી છે દર્શને?
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો