તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા રોગચાળાના ભરડામાં: BJPના કોર્પોરેટર ડેન્ગ્યૂમાં સપડાયા, તંત્ર ઉંઘમાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની સોમવારે મળેલી સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ શહેરમાં ફેલાયેલા ડેન્ગ્યુના રોગચાળા અને તેના કારણે થઇ રહેલા મૃત્યુનો ઉલ્લેખ કરી શાસક ભાજપ તેમજ વહીવટી તંત્ર પર પસ્તાળ પાડી હતી. વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે શહેરમાં ડેન્ગ્યુુના 1000 કેસ નોંધાયા હોવા છતાં મહાનગર પાલિકાનું આરોગ્ય તંત્ર સાચો આંકડો છુપાવી શહેરી જનો સાથે છેતરપિંડી કરતું હોવાનો આક્ષેપ કરતાં સભામાં સોપો પડી ગયો હતો.શાસક ભાજપના કોર્પોરેટર પણ ડેન્ગ્યુમાં સપડાયા હોવાની માહિતી મળી છે.
સામાન્ય સભાના પ્રારંભ સાથે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે, શહેરનો એકપણ ખૂણો ડેન્ગ્યુ-મલેરિયાના રોગચાળાથી બાકાત રહ્યો નથી. ખાનગી દવાખાનાં રોગચાળાથી અસરગ્રસ્ત થયેલાં દર્દીઓથી ઊભરાય છે છતાં મહાનગર પાલિકાનું આરોગ્ય તંત્ર નક્કર કાર્યવાહી કરવામાં ઊણું ઉતર્યું છે.
ડેન્ગ્યુના આટલી મોટી સંખ્યામાં કેસ અગાઉ ક્યારેય નોંધાયા હોય તેવું 32 વર્ષની મારી રાજકીય કારકિર્દીમાં જોવા મળ્યું નથી તેમ ટાંકી વિપક્ષી નેતાએ શહેરમાં ડેન્ગ્યુના 1000 થી વધુ કેસ હોવાનું સભામાં પુરાવા સાથે જણાવ્યું હતું. પૂર્વ વિપક્ષી નેતા ચિરાગ ઝવેરીએ જણાવ્યું હતું કે, શહેરમાં ડેન્ગ્યુના રોગચાળાને કારણે લોકોમાં ડર-ભયનું વાતાવરણ છે. આરોગ્ય વિભાગ ડેન્ગ્યુના કેસ છુપાવી જૂઠ્ઠું બોલે છે.
તંત્ર ખાનગી હોસ્પિટલમાં નોંધાતા ડેન્ગ્યુના કેસોને શંકાસ્પદ ડેન્ગ્યુના કેસમાં ખપાવી દઇ શહેરી જનો સાથે છેતરપિંડી કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, લોકોના આરોગ્ય અને ડેન્ગ્યુના કારણે થતા મોતના મુદ્દે તંત્રને લોકો સાથે ખિલવાડ કરવાનો અધિકાર નથી. કોંગી કોર્પોરેટર અમી રાવતે કહ્યું હતું કે, આરોગ્ય વિભાગે મેલેરિયા ફાઇલેરિયા શાખામાં 10 વર્ષથી કામ કરતા 600 કર્મચારીઓને છૂટા કરી નવી ભરતી કરી છે. નવો સ્ટાફ બિનઅનુભવી હોવાથી શહેરમાં મચ્છર નિયંત્રણ માટેની કામગીરી વ્યવસ્થિત થતી નથી. જેના કારણે હવે શહેર રોગચાળાના ભરડામાં સપડાઈ રહ્યું છે ત્યારે તંત્ર હાથ પર હાથ ધરીને બેઠું છે.
આ અંગે વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો