તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સપ્તાહના વિરામ બાદ મેઘાની ફરી એન્ટ્રી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરા, સંખેડા: જિલ્લાના પાદરા, સંખેડા, બોડેલી, તેજગઢ  સહિત અનેક સ્થળે બુધવારે દિવસભરના ઉકળાટ બાદ સાંજે જોરદાર વરસાદી ઝાપટું ખાબકયું હતું. વરસાદને પગલે ગામના કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા હતા.જોકે વરસાદ બંધ થતાં પાણી રસ્તા ઉપરથી વહેતુ બંધ થયું હતું.  આમ, એક સપ્તાહથી વરસાદે વિરામ લીધા બાદ મેઘાએ ફરી એન્ટ્રી કરી હતી.
 
તેજગઢમાં વાવાઝોડા સાથે વરસાદ: બોડેલીમાં બે દિવસથી મેઘમહેર
 
પાદરા પંથકમાં છેલ્લા એક સપ્તાહના વિરામ લીધા બાદ બુધવારે બપોરના મેઘરાજાએ પુન: એન્ટ્રી કરી હતી. બપોર બાદ વાતાવરણમાં ઓચિંતો બદલાવ જોવા મળ્યો હતો. બાદમાં આકાશમાં એકાએક કાળા વાદળો ખેંચાઈ આવ્યા બાદ જોરદાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેડૂતોમાં રહેલી ચિંતાના વાદળો દૂર થયા હતા. જ્યારે વાતાવરણમાં પણ ઠંડક વ્યાપી હતી. સંખેડામાં પણ બુધવારે સતત એક કલાક વરસાદ ચાલુ રહેતાં ઠંડક ફેલાઇ હતી. આ ધોધમાર વરસાદને પગલે સંખેડા ગામમાં ભાગોળ વિસ્તારમાં પાણી ભરાઇ ગયાં હતા.
 
તેજગઢ પંથકમાં વાવાઝોડાની સાથે વરસાદ
 
સંખેડામાં ગૌરી વ્રત બાદના દિવસે ચણા પૂરી ખાવા જવાની પ્રથા છે. સાંજે ચણા પુરીની લોકો જ્યાફત માણતા હતા ત્યારે જ વરસાદ ખાબકતાં નાસભાગ મચી હતી.એક કલાક સુધી પડીને થોડા અલ્પવિરામ બાદ વરસાદ ફરી શરૂ થયો હતો. તેજગઢ પંથકમાં સાંજના સમયે વાવાઝોડાની સાથે વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. જોકે કાચા સોના જેવો વરસાદ પડતાં ધરતીપુત્રો આનંદમાં આવી ગયા હતા. જ્યારે બોડેલીમાં સપ્તાહના વિરામ બાદ બે દિવસથી વરસાદ પડવાનો ક્રમ ચાલુ રહેતાં લોકોએ રાહતનો દમ લીધો હતો.
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...