તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વહુના ત્રાસથી મારા પુત્રે આપઘાત કર્યો: માતાની ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: સુરતની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા બાદ માતા પિતાથી અલગ રહેતા પુત્રએ પોતાની પુત્રવધૂ અને બે સાળા તથા સાળીના ત્રાસથી તંગ આવી જઇ મોતને વહાલું કર્યું હોવાનો આરોપ લગાવી પુત્રની માતાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે મૃત્યુ પામનારા યુવકની પત્ની તથા બે સાળા અને સાળી સામે ગુનો દાખલ કર્યો હતો. સમગ્ર કેસની તપાસ એસ.સી એસ.ટી સેલના એસીપીને સોંપવામાં આવતા એસીપીએ તપાસ શરુ કરી હતી.

મૃતકની પત્ની તથા બે સાળા અને સાળી સામે ગુનો દાખલ

છાણી જકાતનાકાની ગાયત્રી ધામ સોસાયટીમાં રહેતા કલ્પના ભાનુપ્રસાદ શ્રીમાળીના પુત્ર સંદીપે 2013ના વર્ષમાં સુરતના ઓલપાડમાં રહેતી પ્રિયંકા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સંદીપ અને પ્રિયંકા અલગ રહેવા જતા રહ્યા હતા. જો કે લગ્નના થોડા સમય બાદ પ્રિયંકા સાથે સંદીપના મનભેદ થયા હતા. આવકના પ્રમાણમાં પ્રિયંકા અતિશય ખર્ચો કરતી હોવાથી સંદીપને ગમતું ન હતું અને તેણે પ્રિયંકાને સમજાવી હતી. જો કે પ્રિયંકા માની ન હતી.

નાની નાની વાતોમાં પ્રિયંકાએ ઝઘડા શરુ કર્યા હતા.સંદીપ સાથે ઝઘડા કરી તેને મારી નાંખવાની ધમકી પણ અપાઇ હતી.  પુત્રવધૂ પ્રિયંકાએ પોતાના પુત્ર સંદીપ પર માનસિક અત્યાચાર ગુજારીને તેને મરી જવા દુષ્પ્રેરણા આપી હોવાનો આરોપ સંદીપની માતાએ લગાવ્યો હતો. પોલીસે આ મામલે એટ્રોસિટી એકટ મુજબ ગુનો નોંધી તપાસ એસ.સી એસ.ટી સેલના એસીપી ફાલ્ગુની પટેલને સોંપાઇ છે.

પિતા સંતાનોને મળી શકતો ન હતો

પતિ-પત્ની વચ્ચેનો અણબનાવ વધી જતાં પ્રિયંકા પોતાના બે બાળકોને લઇને જતી રહી હતી. સંદીપ પોતાના બાળકોને મળવા જાય તો પણ તેને મળવા દેવાતો ન હતો અને તેની સાથે ઝઘડો કરતી હતી. સંદીપના ગાંધીનગર આર્મી ક્વાર્ટર્સમાં રહેતા બે સાળા ગૌંરાગ જોગીંદરસિંગ રાજપૂત (ઠાકુર) અને સૌરભ જોગીંદરસિંગ રાજપૂતે તથા સાળી અમી ચિંતન કેલકરે પણ સંદીપ સાથે ઝઘડા કર્યા હતા અને શારિરીક તથા માનસિક અત્યાચાર ગુજાર્યો હતો.  પત્ની અને બે સાળા તથા સાળીના ત્રાસથી કંટાળેલા સંદીપે આખરે અગ્નિસ્નાન કરી લેતાં તેનું મોત થયું હતું. સંદીપની માતાએ પુત્રને મરવા માટે દુષ્પ્રેરણા આપનાર સંદીપની પત્ની પ્રિંયંકા અને સાળા ગૌંરાગ અને સૌરભ તથા સાળી અમી સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. 
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો