તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા: વિખૂટી પડેલી બે વર્ષની માસૂમ બાળકીનું પિતા સાથે મિલન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા: આણંદથી ભુલથી સુપરફાસ્ટ એકસપ્રેસ ટ્રેનમાં બેસી ગયેલા દાહોદના શ્રમજીવી યુવાને વડોદરા રેલવે સ્ટેશન પર પોતાની બે વર્ષની બાળકીને અજાણતા જ ખોઇ નાંખ્યા બાદ તેની પત્ની ટ્રેનમાંથી ઉતરી ના શકતા પતિથી વિખૂટી પડી ગઇ હતી. જો કે આરપીએફ અને ચાઇલ્ડ લાઇન સંસ્થાએ બે વર્ષની બાળકી ને યુવાન સાથે ભેટો કરાવી લીધો હતો પણ મોડી સાંજ સુધી યુવાનને તેની પત્ની વિશે કોઇ જ ભાળ મળી શકી ન હતી. મૂળ દાહોદ જિલ્લાના મોજરી વડોદર ગામના વતની અને હાલમાં બાજવામાં સેન્ટરીંગનું કામ કરી ગુજરાન ચલાવતા મહેશ હિરાભાઇ નાયક એક માસ પહેલાં વિદ્યાનગરમાં મજૂરી કરતો હતો. મજૂરી કામ પૂરું થતાં અને ખેતીની સિઝન શરૂ થતાં પરિવાર સાથે વતન ગયો હતો. ખેતીનું કામ પૂરું થતાં રવિવારે સંતરોડ રેલવે સ્ટેશનથી આણંદ આવ્યો હતો. બાજવામાં મજૂરી કામ શરૂ કરવાનું હોવાથી શ્રમજીવી દંપતી આણંદ સ્ટેશન ઉપર આવેલી એક ટ્રેનમાં બેસી ગયુ પરંતુ, ટ્રેન એક્સપ્રેસ હોવાથી બાજવા ઉભી રહી ન હતી. આથી તેમણે વડોદરા સ્ટેશન પર ઉતરવાનું નક્કી કર્યું હતું.
વડોદરાના પ્લેટફોર્મ નંબર-2 ઉપર ટ્રેન ઉભી રહેતા જ મહેશ બે વર્ષની બાળકીને લઇને નીચે ઉતરી બાળકીને પ્લેટફોર્મ ઉપર બેસેલા એક મુસાફર દંપતિને સોંપી કહ્યું કે, હું મારો સામાન અને પત્ની કાજલને ઉતારીને આવું છું. મહેશે જણાવ્યુંહતું કે, હું મારી પત્નીના ડબા પાસે પહોંચું તે પહેલાં ટ્રેન રવાના થઇ ગઇ હતી. હું પરત મારી બાળકી પાસે આવ્યો હતો. અને તેઓને જણાવ્યું કે, હું હમણા આવું છું. છોકરીનું ધ્યાન રાખજો. તેમ જણાવી હું ભરૂચની બીજી ટ્રેનમાં પત્નીને શોધવા નીકળી ગયો. મને એમ હતું કે, પત્ની ભરૂચ સ્ટેશને ઉતરી જશે. પરંતુ, પત્ની ભરૂચ સ્ટેશન ઉપર ન દેખાતા હું પરત વડોદરા સ્ટેશન ઉપર આવી ગયો હતો. વડોદરા સ્ટેશન ઉપર આવ્યા બાદ જેમને મારી પુત્રી સોંપી હતી તે પરિવારને ન જોતાં હું ચોંકી ઉઠ્યો હતો. મેં સ્ટેશન ઉપર તપાસ કરી હતી. પરંતુ, મળી ન આવતા આખરે મેં આર.પી.એફ.નો સંપર્ક સાધ્યો હતો. પોલીસે મોબાઇલ ઉપર દીકરીનો ફોટો બતાવ્યો હતો. આખરે શિશુ ગૃહ સ્પેશ્યલ એડોપ્શન સંસ્થાના ચેરમેન નિલમબહેન કોડલાનીના માર્ગદર્શન હેઠળ શિશુ ગૃહના મેનેજર આરતીબહેન પુરોહિતે ચાઇલ્ડ લાઇનના હાર્દિક વ્યાસની ઉપસ્થિતીમાં મહેશ નાયકને તેમની બે વર્ષની અંજુ સુપ્રત કરતા ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો