ટ્રેનમાં સૂતેલી વિદ્યાર્થિનીને યુવકે ચુંબન ચોડી દીધું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: રાજધાની એક્સપ્રેસમાં મંગળવારે મોડી રાત્રે નિદ્રાધીન વિદ્યાર્થિનીને કોચમાં સવાર અમદાવાદના શખ્સે ચુંબન કરી દીધું હતું. પહેલાં તો ભૂલથી હાથ અડી ગયો હોવાનું વિદ્યાર્થિનીને લાગ્યા બાદ આ શખ્સે ફરીવાર ચુંબન કરી અડપલાં કરતાં  વિદ્યાર્થિનીએ બુમરાણ મચાવ્યું હતું. કોચમાં સવાર બહેન સહિતનાં મુસાફરોએ છેલબટાઉ શખ્સને ઝડપી પાડી રેલવે પોલીસને હવાલે કર્યો હતો. 
 
રાજધાની એક્સપ્રેસમાં વિદ્યાર્થીનીને થયો કડવો અનુભવ
 
રાજસ્થાનના કોટામાં રહેતી અને મુંબઇમાં સીએ ફાઇનલમાં અભ્યાસ કરતી 20 વર્ષીય વિદ્યાર્થિની ગત સોમવારે રાજધાની એક્સપ્રેસ ટ્રેનના કોચ બી-6માં કોટાથી બોરીવલી જઇ રહી હતી. તેની સાથે મોટી બહેન પણ ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. મંગળવારે મોડી રાત્રે 3: 15 વાગ્યાના સુમારે ટ્રેન વડોદરા તરફ આવી રહી હતી. 
 
મૂળ રાજસ્થાનનો યુવાન અમદાવાદમાં નોકરી કરે છે

કોચમાં જ મુસાફરી કરતો ચેતન નૈનારામ રાવલ ( મૂળ રહે. ફૂલેરા, શિરોહી રાજસ્થાન, હાલ રહે. ક્રિષ્ણાન સ્ટેટસ, ન્યૂ રાણીપ રોડ, અમદાવાદ) પોતાની સીટ ઉપર ઉભો થઇ વિદ્યાર્થિનીને ચુંબન કર્યું હતું. વિદ્યાર્થિની જાગી જતાં કદાચ ભૂલથી હાથ અડી ગયો હશે તેમ લાગ્યું હતું. જોકે, થોડીવાર બાદ આ જ શખ્સે ફરીવાર ચુંબન કરી અડપલાં કરવા  લાગતાં તે હેબતાઇ ગઇ હતી. 
 
વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં....