• Gujarati News
  • Infrastructure Facility Should Be Changed For Being Smart City

વિકાસની હરણફાળ ભાગ-1: કેવું સ્માર્ટ સિટી હશે તે વડોદરાએ જાતે નક્કી કરવું પડશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ગાઈડલાઈન મુજબ શહેર સ્માર્ટ સિટી અંગેના અભિગમ, ફીચર્સ અને સુવિધા જાતે નક્કી કરી શકે છે
- સ્માર્ટ સિટી બનવા માટે શહેરની માળાખાકીય સુવિધામાં ધરમૂળથી ફેરફાર કરવો પડશે
કેન્દ્ર સરકારના મહત્ત્વાકાંક્ષી સ્માર્ટ સિટીના પ્રોજેકટમાં વડોદરા શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે િવકાસ તરફની આગેકૂચમાં નકકી કરેલા માપદંડોને અનુસરવું પડશે. જેમાં માળખાકીય સુવિધામાં મોટા પાયે ફેર બદલ કરવા પડશે. જો કે સુવિધા સહિતના મુદ્દા શહેરો જાતે નકકી કરી શકશે તેમ ગાઇડલાઇનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે.
વડોદરા: દેશની 100 સ્માર્ટ સિટીમાં વડોદરાને સ્થાન તો મળ્યું છે પરંતું શું વડોદરા સ્માર્ટ સિટી બનશે ખરૂ આ સવાલ દરેક નાગરીકોના મનમાં જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારે દેશની 100 સ્માર્ટ સિટી જાહેર કર્યા બાદ સ્માર્ટ સિટીના કોર ફિચર્સ અને સ્માર્ટ સોલ્યુશન પ્રથમ વખત જાહેર કર્યા છે. જેમાં જણાવ્યા મુજબ વડોદરાને સ્માર્ટ સિટી બનાવવા માટે માળખાકીય સુવિધામાં ધરમૂળથી ફેરફાર કરવા પડશે. જોકે આ ગાઈડલાઈનમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે દરેક શહેર સ્માર્ટ સિટી અંગેના પોતાના અભિગમ, ફિચર્સ અને સુવિધા જાતે નક્કી કરી શકે છે. જેથી વડોદરા કેવું સ્માર્ટ સિટી બનશે તે ખુદ વડોદરાએ જ નક્કી કરવું પડશે.
દરેક શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટેની કેન્દ્ર સરકારની નેમ આગળ વધી રહી છે. જેમાં સમાવેલ 100 મહાનગરોમાં ગુજરાતના 6 મહાનગર વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત અને ભાવનગર પણ છે. આ યાદીમાં વડોદરાનું નામ આવતા શહેરીજનોમાં એક જ સવાલ સામે આવે છે કે વડોદરા સ્માર્ટ સિટી કેવી રીતે બનશે. વડોદરા સહિત અન્ય શહેરોને પણ ઉદ્દભવતા આ પ્રશ્નના ઉકેલ માટે કેન્દ્ર સરકારે પ્રથમ વખત સ્માર્ટ સિટીની ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં સ્માર્ટ સિટી માટે કોઈ ચોક્કસ કે નક્કી કરેલ સુવિધાઓનો જ સમાવેશ કરવો તેવી વાત કરવાના બદલે આ બાબત દરેક શહેર પર છોડવામાં આવી છે. પરંતું આ માર્ગદર્શિકામાં આપવામાં આવેલ સુચનોમાં જણાવ્યા મુજબની બાબતોને જોવામાં આવે તો તેટલા સુધારા કરવા માટે પણ વડોદરાની માળખાકિય સુવિધામાં ધરમૂળથી ફેરફાર કરવાની સ્થિતિ ઉભી થાય તેમ છે.
આ અંગે વધુ વાંચવા આગળ ક્લિક કરો...