પ્યારમાં બેવફાઈ: બૂટલેગર પ્રેમીથી છૂટકારો મેળવવા અભયમને અરજી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા:  24 વર્ષિય વિધવા યુવતીએ બૂટલેગર પ્રેમીથી કંટાળી તેનાથી છૂટકારો મેળવવા આજે અભયમને અરજી આપી હતી.સાધના(નામ બદલ્યું છે)ના પતિનું મૃત્યુ 4 વર્ષ પહેલા થયું હતું. પતિના મૃત્યુ બાદ માતા-પિતાના ઘરે વડોદરા રહેવા આવી હતી. જ્યાંે એક પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવવાનું શરૂ કર્યું હતું. નોકરી દરમિયાન સાધનાની ઓળખ 21 શિશિર જોડે થઇ હતી. શરૂઆતમાં કંન્સ્ટ્રક્શનનું કામ કરતા શિશિરે સાધનાને પ્રમજાળમાં ફસાવી  હત. લગ્ન કરવાની લાલચ આપી શિશિર સાધનાના અંગત જીવનમાં પણ દખલ કરતો હતો. સાધનાના તમામ લિગલ ડોક્યુમેન્ટ પણ શિશિર પાસે રહેતા હતા.
 
વિધવા યુવતીએ તેના રિલેશનશીપની જાણ માતા-પિતાને કરી
 
સાધના અને શિશિરના સંબંધને 3 વર્ષથી વધુ સમય થયો હતો. સાધના નાની વયે વિધવા થઇ હોવાથી તેના પરિવારે બીજા લગ્નનો પ્રસ્તાવ તેની સામે મૂકી, ઘર વસાવી લેવાની સલાહ આપી ત્યારે સાધનાએ શિશિર જોડેના રિલેશનશીપની જાણ માતા-પિતાને કરી હતી, જો કે શિશિર તેના નજીકના સંબંધીનો પુત્ર હોવાનું જણાતા સાધનાના પિતાએ લગ્નનો ઇનકાર કર્યો હતો. સાધનાએ પિતાની વાતને માન્ય રાખી શિશિર સાથે બ્રેકઅપની વાત કરી, જે દરમિયાન સાધનાના લગ્ન અન્ય યુવક સાથે નક્કિ પણ થઇ ગયા હતા. પ્રેમીકાની સગાઇની વાત પ્રેમિને હજમ ન થઇ, તેણે સાધનાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. સાધનાના પિતાને ફોન કરી તેના વિડીયો વાયરલ કરવાની અને કિડનેપિંગની ધમકી પણ આપી હતી. સાધનાની સગાઇ તૂટી ન જાય તેના ભયથી આજે તેના પરિવારે અભયમમાં અરજી આપી હતી, અને પ્રેમિ શિશિરથી છૂટકારો મેળવવા મદદ માંગી હતી.
 
વિડીયો વાયરલ કરી કિડનેપિંગની ધમકી આપી

વધુમાં તેણે જણાવ્યું હતું કે, શિશિર બેરોજગાર છે. તેણે રિલેશનશીપ હતા ત્યારે, સાધનાને ખોટા વાયદા કર્યા હતા. જો કે સાધનાને પાછળથી જાણ થઇ હતી કે, તેનો પ્રેમિ દારૂના ધંધામાં પણ સંકળાયેલો છે. જેથી તે વધુ ડરી ગઇ હતી. સાધનાને એક 3 વર્ષનું બાળક છે, જેનું ભવિષ્ય ન બગડે તે માટે તે પોતાના ફિસાન્સીને આ વાતની જાણ થાય તે ઇચ્છતી ન હતી. પણ ધમકીથી કંટાળી અંતે તેણે અભયમને અરજી આપી હતી.  અભયમની ટીમને આજે અરજી મળતા તેઓએ શિશિરને કાઉન્સેલિંગ માટે બોલાવવા ફોન કર્યો હતો. પણ તેનો ફોન સતત બંધ આવી રહ્યો હતો. અભયમની ટીમે સાધના અને તેના પરિવારને નિશ્ચિત રહેવાની બાહેધરી આપી હતી.
અન્ય સમાચારો પણ છે...