તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Indirabetiji Unique Contribution To The Field Of Literature And Also Charity Kitchen

પૂ. ઈન્દીરાબેટીજીનું સાહિત્ય ક્ષેત્રે અનોખુ પ્રદાન, દુષ્કાળ હોય ત્યાં અન્નક્ષેત્ર ચલાવતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: પૂ. ઇન્દિરાબેટીજીએ દુષ્કાળના સમયે સેવાયજ્ઞ ચલાવ્યો હતો. તો પૂ. જીજીનું સાહિત્ય ક્ષેત્રે અનોખુ પ્રદાન રહ્યું હતું. શ્રાવણીના ઉપનામથી તેઓ કવિયત્રી તરીકે જાણીતા હતા.1962માં ચીનનું આક્રમણ થયું ત્યારે તેઓ રાષ્ટ્રવાદને જાગૃત કરવા ટહેલ નાખી હતી. તેઓ ગામે ગામ ફરીને રાષ્ટ્રવાદથી લોકોમાં જાગરુકતા લાવ્યા હતાં. તેમણે દેશના રાષ્ટ્રકોષમાં સુવર્ણની ભેટ પણ ધરી હતી. વળી, જ્યાં દુષ્કાળ થાય ત્યાં તેઓ સેવા કરવા માટે પહોંચી જતા હતાં. ખાસ કરીને અન્નક્ષેત્ર અને મુંગાપશુઓ માટે નિરણકેન્દ્ર પણ ચલાવતા હતાં.પૂજ્ય ઈન્દીરાબેટીજી સમાજ સેવા માટે હંમેશા તત્પર રહેતાં હતાં. શહેરની નરહરી હોસ્પીટલના સંચાલન સાથે સમયાંતરે વ્રજધામ મંદિરમાં આરોગ્યના વિવિધ કેમ્પનું આયોજન પણ સતત કરવામાં આવતું હતું.
નરહરી હોસ્પિ.નું સફળ સંચાલન કર્યું હતું
ધાર્મિક ઉપરાંત આરોગ્ય ક્ષેત્રે પણ પૂ. જીજીનું મહત્વનુ઼ં યોગદાન રહ્યું હતું. તેમણે 250 બેડની નરહરી હોસ્પિટલ શરૂ કરી તેનું સફળ સંચાલન પણ કર્યું હતું. આ હોસ્પિટલમાં આરોગ્યલક્ષી સેવાઓનો શહેરીજનોએ મહદઅંશે લાભ લીધો હતો.
કચ્છમાં ભૂકંપ સમયે આખુ ગામ દત્તક લીધું હતુ
કુદરતી આપત્તી સમયે પૂ. જીજી અસરગ્રસ્તોની વહારે દોડી જતા હતાં. કચ્છમાં વિનાશક ભૂકંપ આવ્યો ત્યારે તેમણે એક આખુ ગામ દત્તક લીધું હતું. આ ગામમાં તમામ પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. આ જ રીતે ઓરિસ્સામાં પણ વાવાઝોડુ ફૂંકાયું ત્યારે ઘરવિહોણા નિસહાય લોકોની વ્હારે દોડી ગયા હતાં.
પૂ. ઈન્દીરાબેટીજીનું સાહિત્ય ક્ષેત્રે અનોખુ પ્રદાન
પૂ. જીજીનું સાહિત્ય ક્ષેત્રે અનોખુ પ્રદાન રહ્યું હતું. શ્રાવણીના ઉપનામથી તેઓ કવિયત્રી તરીકે જાણીતા હતા. જાણીતા ગઝલ ગાયક જગજીતસિંઘે પણ તેમની રચનાને સ્વર આપ્યો હતો. તેમની રચનાઓમાં તમે મળો કે ન મળો તમારુ સ્મરણ મળતુ રહે, તમારા સ્મરણમાં આયખુ આખુ ભલે ગળતુ રહે... પ્રચલિત છે.
અન્ય સમાચારો પણ છે...