તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા: IT વિભાગ બિલ્ડર લોબી પર ત્રાટક્યો, સિદ્ધેશ્વર-ન્યાયલકરણ ગ્રૂપના બિલ્ડર્સને ત્યાં સર્વે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા: આવકનો લક્ષ્યાં સિધ્ધ કરવા માટે હવે વડોદરા ઇન્કમટેક્સ વિભાગ હવે બિલ્ડર લોબી અને ઝવેલર્સ લોબીને નિશાન બનાવીને સર્વે-સર્ચની કામગીરી હાથ ધરી છે. જેમાં સિધ્ધેશ્વર-ન્યાયલકરણ ગ્રૂપ સર્વેની કામગીરી હાથ ધરતાં જ શહેરના બિલ્ડર લોબીમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
વડોદરા ઇન્કમટેક્સ વિભાગ એકબાજુ સ્વૈચ્છીક કાળાધનને જાહેર કરવા માટે સ્કીમ કાઢીને પ્રચાર માધ્યમો થકી બિલ્ડર લોબી અને ઝવેલર્સ લોબી સહિત વેપારી-ઉદ્યોગપતિઓ પાસેથી ટેક્સ ભરાવી રહી છે. તો બીજીબાજુ ઇન્કમટેક્સ વિભાગ ગુપ્તરાહે હવે પોતાનો આવકનો લક્ષ્યાંક સિધ્ધ ન થતાં પુન: બિલ્ડર લોબી અને ઝવેલર્સ લોબી પર સર્વે-સર્ચનો ફંદો કસીને કાળુનાણું બહાર પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.
જેમાં વડોદરા ઇન્કમટેક્સ વિભાગની રેન્જ-5ની ટીમના અધિકારીઓ ગઇકાલે મોડીરાતથી શહેરના કલાલી, ન્યૂ કારેલીબાગ-વીઆઇપીરોડ, હરણી, વાઘોડીયા-ડભોઇ રીંગ રોડ પર સિધ્ધેશ્વર-ન્યાયલકરણ ગ્રૂપના નામથી સિધ્ધેશ્વર હારમની, હબ, હોમ્સ, હાઇટ્સ, હેવન, હેરીટેજ, હેલીરીયસ અને હાર્બર જેવી આઠથી વધુ લકઝયુરીયસ ફલેટ-ડુપ્લેક્સની સાઇટો પર આઇટીના 40થી વધુ ઓફીસરોએ એક સાથે સર્વેની કામગીરી હાથ ધરીને વાંધાજનક દસ્તાવેજો અને બેનામી દસ્તાવેજો ઝડપી પાડ્યા હતા.
માહિતી જાહેર કરતાં કેમ રોકવામાં આવે છે?
કાળુનાણું ઝડપી પાડવા માટે બેનામી આવક છુપાવનારા બિલ્ડર લોબી, ઝવેલર્સ લોબી સહિત વિવિધ ઉદ્યોગપતિની ઓફીસ અને ઘરે સર્ચ-સર્વેની કામગીરી કરીને લાખો-કરોડો રૂપિયાની છુપી આવક ઝડપી પાડનારા આઇટીના અધિકારીઓને તેમણે કરેલી કામગીરીની માહિતી કેમ ઇન્કમટેક્સ વિભાગ છુપાવે છે ω? તેની પાછળ તેમનો આશય શું છે ω તેને લઇને પણ અનેક ચર્ચાઓ ખુદ ઇન્સ્પેકટરો-કર્મચારીઓ ઉઠી છે.
IT સમક્ષ અમે કોઇ ડિસક્લોઝર કર્યું નથી
સિધ્ધેશ્વર ગ્રૂપની 8થી વધુ સાઇટોની ઓફીસ પર ગઇરાતથી રેન્જ-5નો સર્વે ચાલી રહ્યો છે. જેમના અધિકારી રાજેશ મીના છે. અમે તપાસમાં સહકાર આપી રહ્યા છીએ. આજે પણ મોડીરાત સુધી ચાલેલા સર્વેમાં અમે કોઇ જ ડિસકલોઝર કર્યું નથી.
- અશ્વિન પટેલ, બિલ્ડર-માલિક, સિધ્ધેશ્વર-ન્યાયલકરણ ગ્રૂપ.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો