વડોદરામાં પોકરના નામે જુગાર રમતાં 20 ઝડપાયા, બે વોન્ટેડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા:  સયાજીગંજના અલંકાર ટાવરમાં સેન્ટ્રલ એસી-સીસીટીવીથી સજ્જ જુગારધામ પર પોલીસે બુધવારે મોડી રાત્રે પોલીસે દરોડો પાડી પોકર ગેમનો જુગાર રમતા 13 નબીરા સહિત 20 શખ્સોને ઝડપ્યા છે. પોલીસે કાઉન્ટરમાંથી રૂા. 1.34 લાખ, ઔડી-ક્રેટા સહિત 8 વૈભવી કાર, 5 ટુ વ્હીલર અને 21 મોબાઇલ સહિત કુલ રૂ. 45.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જુગારના સંચાલક એવા અમદાવાદના 2 સૂત્રધારોને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે, 15 દિવસથી અમદાવાદના આનંદ ઠક્કર અને મનન પંચોલી વેસ્ટર્ન પોકર એકેડમીના નામની પોકર ગેમના ઓથા હેઠળ જુગારનો અડ્ડો ચલાવતા હતા.
અન્ય સમાચારો પણ છે...