તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારત-પાક.ની ફાઇનલ મેચ અમે કરાંચી જેલમાં જોઇ: માછીમારો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: ભારતીય જળ સીમામાંથી છેલ્લા 10 મહિનાથી પાકિસ્તાનની જેલમાં કેદ થયેલા 77 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતાં. તેઓ ગોલ્ડન ટેમ્પલ ટ્રેઈન મારફતે ગત રાત્રે વડોદરા આવી પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ પોતાને વતન જવા માટે રવાના થયા હતા. એક મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું તે, તાજેતરમાં જ રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત- પાકિસ્તાન વચ્ચે રમાયેલી ફાઈનલ મેચ કરાંચીની જેલમાં જ નિહાળી હતી. જ્યારે અનંતનાગ ખાતે અમરનાથ યાત્રીઓની બસ ઉપર થયેલા આતંકી હુમલાથી તેઓ અજાણ હતા.
 
અમારી પાસે મજૂરો કરતાં પણ વધુ કામ કરાવાતું
 
પાકિસ્તાન જેલમાંથી છૂટેલા અને વડોદરા રેલવે સ્ટેશન પર મોડીરાત્રે ગોલ્ડન ટેમ્પલ ટ્રેન દ્વારા આવેલા માછીમારોએ અત્રે જણાવ્યું હતું કે, માછલીઓ પકડવા માટે બોટમાં દરિયો ખેડવા દૂર-દૂર નીકળી જતાં હતા. પાકિસ્તાન કોસ્ટગાર્ડના જવાનોએ અમને પકડીને પોલીસને હવાલે કરતાં અમે છેલ્લા 10 મહિનાથી પાકિસ્તાનની જેલમાં બંધ હતા. પોરબંદરના રામશાભાઇએ વધુ ઉમેર્યું હતું કે, પાકિસ્તાનની જેલ નર્ક સમાન હતી. અમારી પાસે મજૂરો કરતાં પણ વધુ કામ કરાવતાં હતા. પાકિસ્તાનની જમીન પરથી ભારતની જમીન પર પગ મુકતાં જ આઝાદીનો શ્વાસ ભર્યો હોય તેવી લાગણી અનુભવી હતી. કરાંચી જેલમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ મેચ બતાવવમાં આવી હતી. પાકિસ્તાન મેચ જીતતા મીઠાઇ પણ વહેંચીને ફટાકડાં ફોડવામાં આવ્યા હતા.
 
ગોલ્ડન ટેમ્પલ ટ્રેન માં વડોદરા આવી પહોંચ્યા બાદ વતન જવા રવાના
 
માછીમારોમાં સંદીપ નામનો યુવાન પણ હતો, તેણે પોતાની આપવીતી જણાવતાં ઉમેર્યું હતું કે, પાકિસ્તાનમાં આરોગ્યની સારવાર માટે પૂરતી વ્યવસ્થા નહોતી. અમને ત્યાં ભારે મજૂરી કરાવતાં હતા. અમને પાકિસ્તાનના રૂપિયા 5 હજાર અને એક કીટ આપી હતી. પાકિસ્તાનની જેલમાંથી છૂટીને હવે ઘર તરફ જતાં હોઇ આનંદની લાગણી પ્રસરી છે. અમરનાથ યાત્રી પરનો હુમલો હોય કે કાશ્મીરમાં પાક પ્રેરિત આતંકવાદીઓનો આતંક હોય તેની કોઇપણ જાણકારી અમને અપાઇ નથી.
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિ કરતા રહો...
અન્ય સમાચારો પણ છે...