તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગામી સોમવારથી 4 દિવસ સુધી ભારે વરસાદની અાગાહી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો)
 
વડોદરા: શહેરમાં ગુરુવારે સર્જાયેલા વાદળિયા માહોલ વચ્ચે દિવસભર વરસાદી ઝાપટાં વરસતાં રહ્યાં હતાં. પરિણામે શહેરમાં ઠંડક છવાતાં ગરમીનો પારો ગગડીને 30.2 ડિગ્રી થયો હતો. બીજી તરફ દક્ષિણ રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સર્ક્યુલેશનસર્જાતા તા.17મીથી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરાઇ છે.
 
ગુરુવારે હળવા વરસાદને પગલે ગરમી ઘટીને 30.2 ડિગ્રી થઇ
 
ગુરુવારે વાદળિયા માહોલ વચ્ચે સવારે,બપોરે અને સાંજે એમ ત્રણ ટાઇમ શહેરમાં હળવો વરસાદ વરસતાં વાતાવરણ ઠંડુંગાર બન્યું હતું. દિવસભર રહેલા વરસાદી માહોલને કારણે ગરમીનો પારો બુધવારની સરખામણીમાં 5 ડિગ્રી ગગડી 30.2 ડિગ્રી થયો હતો.  હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સર્ક્યુલેશનને કારણે આગામી 4 દિવસ સુધી વડોદરામાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. ભારે  વરસાદની આગાહી દરમિયાન શહેરમાં 3 થી 5 ઇંચ સુધીનો વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરાઇ છે.
 
ભારે વરસાદ થશે તો શહેરમાં 144 સ્થળે તો પાણી ભરાશે
 
ભારે વરસાદ પડે તે સંજોગોમાં 144 સ્થળોએ પાણી ભરાય છે અને તેની કબૂલાત ખુદ પાલિકા જ કરી રહ્યું છે. હવામાન ખાતાએ ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે શહેરીજનોને વૈકલ્પિક માર્ગનો રૂટ પસંદ કરવો પડે તેવી સ્થિતિ ઉભી થશે.
 
 
અન્ય સમાચારો પણ છે...