તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા: CMના બંદોબસ્તમાં તૈનાત પોલીસની તુમાખી, વિઝીટે જતા તબીબને ફટકાર્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

વડોદરા: શ્રીજી દર્શન માટે આવેલા મુખ્યમંત્રીનો કાફલો નીકળતા ઠેર ઠેર રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. જેમાં શહેરીજનો અટવાયા હતા. સંગમ ચાર રસ્તા પાસે ટ્રાફિકના મુદે પોલીસ સાથે જીભાજોડી થયા બાદ બેંકર હાર્ટ ઇન્સ્ટીટયુટના તબીબને પોલીસે ફટકાર્યો હતો. તબીબની અટકાયત બાદ પીઆઇ પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધી હતી.

તબીબ અને પીઆઇ એમ બી નકુમ વચ્ચે બોલાચાલી થઇ

મુખ્યમંત્રીનો કાફલો સંગમ ચાર રસ્તા પાસેથી પસાર થઇ રહ્યો હતો. તે પૂર્વે સીએના કોન્વેયની વોર્નિંગ કાર પસાર થઇ રહી હતી. જેને પગલે બંને તરફનો ટ્રાફિક અટકાવી દેવાયો હતો. આ સમયે હરણી વારસિયા રીંગરોડ તરફથી કાર લઇને ડો. ઉદગીત ઠાકર અને તેમની પત્ની મેહા આવી રહ્યા હતા. કાર નહીં રોકવાના અને રોંગસાઇડમાં જવાના મુદે તબીબ અને પીઆઇ એમ બી નકુમ વચ્ચે બોલાચાલી થઇ હતી. જેને પગલે ફરજ પર હાજર અન્ય પોલીસ જવાનો દોડી આવ્યા હતા. જીભાજોડી કરનાર તબીબને પોલીસે ફટકાર્યો હતો.

પીઆઇ નકુમ પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ

ઇમર્જન્સી હોવાથી જવાની ઉતાવળ હોવાનું ડો. મેહા ઠાકરે કહ્યું હતું. જો કે પોલીસે તબીબની અટકાયત કરી હતી. પીએસઆઇ એમ એન જાડેજાએ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે કોન્વેયની વોર્નિંગ કાર ગયા બાદ તબીબે જવાનો પ્રયાસ કરતા તેમને અટકાવનાર પીઆઇ નકુમ પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ સીએમ અમારા દવાખાને આવે છે તમને જોઇ લઇશ, તમારી વરદી ઉતારી લઇશ તી ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો