• Gujarati News
  • Halol's Tajapura In Will Be Celebrating The 55th Gurupurnima Latest News

વડોદરા: તાજપુરા નારાયણ ધામમાં 55મી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: બ્રહ્મલિન પૂ.નારાયણ બાપુ)
- તા.31એ પાદુકા પૂજન,સમૂહ પ્રાર્થના યોજાશે, 1001 કુંવારિકાઓને ફળાહાર અપાશે

વડોદરા: હાલોલ તાલુકાના તાજપુરા સ્થિત નારાયણધામ મુકામે આ વર્ષે 55મી ગુરુપૂર્ણિમાની ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવનાર છે. તા.31મી જુલાઇના રોજ પાદુકા પૂજન સવારે 6.00 થી 9.00 કલાકે,સવારે 10.00 થી 11.30 કલાકે સમૂહ પ્રાર્થના અને ત્યારપછી દર્શનાર્થે પધારેલ તમામ ભક્તો માટે મહાપ્રસાદ થશે.
ગુરુપૂર્ણિમા નિમિત્તે ગૌરીવ્રત કરેલ 1001 કુંવારિકાઓને માટે ખાસ ફળાહારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગુરુપૂર્ણિમાના આગમના દિવસે તા.30મી જુલાઇને અષાઢ સુદ 14ને સાંજે 6.00 થી 8.00 કલાક સુધી સુંદરકાંડના પાઠ યોજાશે. તાજપુરા મુકામે આંખની હોસ્પિટલ કાર્યરત છે. જેમાં આંખના રોગોની વિનામૂલ્યે સારવાર કરાય છે.
હોસ્પિટલમાં કોઇપણ નાત-જાત કે ભેદભાવ સિવાય તમામને આંખની વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. અત્યાર સુધીમાં બહારના લગભગ 8.લાખ દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું છે. બ્રહ્મલિનપૂ.નારાયણ બાપુના તાજપુરા ધામમાં ઇશ્વર ભજન તેમજ ગરીબ દર્દીઓની સેવા વિનામૂલ્યે કરવામાં આવે છે.