1 જુલાઈથી જીએસટી લાગુ, પાદરામાં માર્ગદર્શન સેમિનાર યોજાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરા: પાદરામાં તા. 1-7-17થી જીએસટીનો અમલ શરૂ થનાર છે. પાદરાના વેપારીઓ અવઢવમાં આવેલ છે, કેટલાંક વેપારીઓ અસમંજસમાં છે. ત્યારે કાયદાની સમજ આપવા માટે પાદરાના વેપારીઓએ માર્ગદર્શન અને તે માટે પાદરાના તેલના વેપારી ઘનશ્યામભાઈ ઠક્કર સહિતના અગ્રગણ્ય વેપારીઓએ ભેગા મળી એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પાદરામાં તા. 1-7-17થી જીએસટીનો અમલ શરૂ થશે. જે અંતર્ગત જીએસટી અંગે માર્ગદર્શન આપવા માટે પાદરાના મુકેશભાઈ ઠક્કરના અધ્યક્ષ સ્થાને સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સેમીનારમાં પાદરા ગાંધીચોક બજારના અનાજના વેપારીઓ, કાપડ બજાર, તેલના વેપારીઓ, ફરસાણ નાસ્તાની દુકાન ધરાવતા વિવિધ બજારના વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
 
નિયમ મુજબ 30 દિવસમાં અરજી કરવી પડશે
 
વડોદરા બાર એસોસીએશનના પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ પાદરાવાળાનાઓએ વેપારીઅોને સતત ત્રણ કલાક સુધી માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ. જીએસટી અંગેની માહિતી આપવા તથા જે કોઈ પ્રશ્ન હોય તેની વેપારીઓએ રજુઆત કરી હતી.જે કોઈ કાયદાની મુશ્કેલીઓ હતી તે અંગે સમજ આપી હતી ‌અને વિસ્તૃત ચર્ચા કરી હતી.આ સેમીનારમાં મુકેશભાઈ ઠક્કર, અનીલભાઈ પટેલ, સચીનભાઈ સુખડીયા, ઘનશ્યામભાઈ ઠક્કર, હસમુખભાઈ પટેલ સહિત અગ્રણીય વેપારીઓ હાજર રહ્યા હતા. નવા લાગુ પડતા જીએસટી કાયદા અન્વયે 75 લાખથી વધુ ટર્ન ઓવર ધરાવતા વેપારી ઉચ્ચક વેરો ભરવાની સ્કીમ સ્વીકારી શકશે. નિયમ મુજબ 30 દિવસમાં અરજી કરવી પડશે.
 
ઉચ્ચક વેરો ભરવાની રકમ અંગે વિગતે માર્ગદર્શન
 
નિયમો સરકાર દ્વારા 22-6-17થી લાગુ પાડવામાં આવેલ છે. જેમાં ફોર્મ મુજબની વિગતો ઈલેક્ટ્રોકલ ભરી અપડેટ કરવાની રહેશે. જેમાં કાર્ડમા આપેલ મોબાઈલ નંબર ઉપર આવેલ વેરીફીકેશન નાખી વેરીફીકેશન કરાવવાનું રહેશે. જેમાં ઉચ્ચક વેરો ભરવાનો વિકલ્પ સ્વીકારનાર નોંધાયેલ વેપારીઓએ શરતોનું પાલન કરવાનું રહશે. ઉચ્ચક વેરાનો સ્વિકારનાર કાયદો અમલમાં આવે ત્યારથી સ્ટોકની વિગત 60 દિસવમાં અપલોડ કરવાની રહેશે. ઉચ્ચક વેરો સ્વીકારનારે દર ત્રણ માસે રિટર્ન તથા ટેેક્ષ ભરવાનો રહેશે. રૂ. 200 ઉપર ભરનાર વહેપારી ઉપર બીલ બનાવવા ફરજીયાત રહેશે. જેવા 75 લાખથી ઓછુ ટર્ન ઓવર ધરાવતા વેપારી ઉચ્ચક વેરો ભરવાની રકમ અંગે વિગતે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
 
ગેરરીતિ કરનાર સજાને પાત્ર ગુનો બનશે
 
પૂર્વ તૈયારી રૂપે ટેક્ષ એડવોક્ટ્સ નરેન્દ્રભાઈ પટેલે જીએસટી ઈતિહાસ, જીએસટી શું છે, જીએસટી કાઉન્સીલ ગુડ્ઝ અને સર્વિસ નેટવર્ક, રજીસ્ટ્રેશન વેરાના દર, ટ્રાન્સમીશન પ્રોવીઝન, અપ્લાયની કિંમત પોઈન્ટ ઓફ ટેક્ષેસન, ઈનપુટ ટેક્ષ ક્રેડિટ જોબવર્ક જેમાં બાકાત સેવાઓ કાયદા અન્વયે મળવાપાત્ર ટેક્ષ, અગત્યના મુદ્દા, કાયદો આવતા પહેલા કરવાની પૂર્વ તૈયારી જેવા મુદ્દાઓ અંગે કાયદાની સમજ પુરી પાડી માર્ગદર્શન ઉપસ્થિત વેપારીઓને પુરુ પાડ્યુ હતુ. જ્યારે જીએસટીના કાયદા અંગે બનેલા કાયદાની તેની ગેરરીતિ કરનાર સજાને પાત્ર ગુનો બનશે.. હાલમાં જીએસટીના કાયદા અંગે કાઉન્સીલ દ્વારા બદલાતા કાયદા તેમજ કાયદાની રૂપરેખાઓ અંતર્ગત વેપારીઓ અવઢવમાં મુકાઈ ગયા છે.
અન્ય સમાચારો પણ છે...